________________
શેયની નવી નવી વર્તનાર સમયમાં સર્વ સમાય...” અહીં “છતી પર્યાય એટલે “શક્તિ પર્યાય....”
પ્રભુના શુદ્ધ દ્રવ્ય-પર્યાયના ધ્યાનથી આપણામાં પ્રભુના ગુણો આવે.
જેમ દર્પણની સામે ઉભા રહેતા જ તમારું પ્રતિબિંબ પડે છે. આપણું મન પણ દર્પણ છે. પ્રભુ સામે ઊભા રહો, પ્રભુનું ધ્યાન ધરો. એમના ગુણો આપણામાં સંક્રાન્ત થશે.
આખી દુનિયાનો કચરો સંઘરવા આપણે તૈયાર છીએ, પણ પ્રભુના ગુણો લેવા તૈયાર નથી!
* ધ્યાન પદ્ધતિ:(૧) પ્રભુના ગુણો ચિંતવવા. (૨) પ્રભુ સાથે સારશ્ય ચિંતવવું. (૩) પ્રભુ સાથે અભેદ ચિંતવવો.
આ સાધનાનો ક્રમ છે.
આમ ન કરીએ તો શરીર સાથેનો આપણો અભેદ નહિ ટળે. શરીરનો અભેદ અનાદિકાળથી છે, અનંત જન્મોના સંસ્કાર છે. શરીર સાથેના ભેદની વાત અને પ્રભુ સાથેના અભેદની વાત, આપણા જીવે કદી સાંભળી જ નથી. પછી મગજમાં ક્યાંથી ઊતરે?
આ ધ્યાન પણ વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ લાગુ પડે. નહિ તો કાનજી મતના અનુયાયીઓ જેવી હાલત થાય, ક્રિયાકાંડ છુટી જાય.
ધ્યાન વિચારમાંના બારેય પરમ ધ્યાન સંપૂર્ણ નિશ્ચય લક્ષી છે. પોતાના આત્માની સાથે જોડનારા છે. સિદ્ધઃ
અરૂપી ધ્યાનમાં સિદ્ધોનું ધ્યાન ધરવાનું છે. 'सिद्धाणमाणंद-रमालयाणं' સિદ્ધો અનંત છે, અનંત ચતુષ્કવાળા છે.
આપણી ભાવિ સ્થિતિ કેવી? સિદ્ધ એટલે આપણી ભાવિ સ્થિતિ. કોઈ જોષીને પૂછવાની જરૂર નથી. જો
» કહે કલાપૂર્ણસૂરિ
૭૫૨ .....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org