________________
આપણને ધર્મ ગમે છે તો આ જ આપણું ભવિષ્ય છે.
વખતચંદ ભાઈને ઘણા પૂછે ક્યારે સંઘ કાઢવાના છો? ક્યારે ઉપધાન કરાવવાના છો? હું તમને પૂછું છું ક્યારે સિદ્ધ બનવાના?
જન્મ - જરાદિમાંથી મુક્ત થવાનો સિદ્ધિગતિમાં જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આ જન્મમાં જો સાધનાન કરી તો આગામી જન્મ આવો મળી જશે, એવા ભ્રમમાં નહિ રહેતા. અહીં તમારા મામા-કાકાનું રાજ નથી.
અત્યારે શાંત ગુરુ મળ્યા છે તો પણ નથી કરતા. તો કડક ગુરુમળશે ત્યારે શી રીતે કરી શકશો?
અત્યારે મળેલી દેવ-ગુરુ આદિની સામગ્રીનો જેવો ઉપયોગ કરશો, તે મુજબ જ આગળની સામગ્રી મળશે. અત્યારે મન-વચન આદિ શક્તિઓનો જેવો ઉપયોગ કરશો તે પ્રમાણે જ આગળ શક્તિઓ આપણને મળશે.
મારી પોતાની મદ્રાસમાં એવી સ્થિતિ થઈ ગયેલી કે મુહપત્તીના બોલ યાદન આવે, પટ્ટ વખતે મોટી શાંતિ ભૂલી જાઉં, આ જન્મમાં પણ શરીર આવો દગો આપી શકે તો આગામી જન્મોમાં તો શું થશે? તેની કલ્પના તો કરો.
કેટલીક વખત તો હું કોઈને માંગલિક સંભળાવવા જવા તૈયાર થાઉં ને સમાચાર મળેઃ પેલા ભાઈ ગયા.
જીવનનો શો ભરોસો છે? પરપોટો છે આ જીવન...!
પરપોટાને ફૂટતાં વારશી...? પરપોટા ફૂટે એ નહિ, એટલે એ જ નવાઈ છે. માટે જ કહું છું જલ્દી સાધના કરી લો. જીવન અલ્પ છે. ક્ષણે-ક્ષણે આયુષ્ય ઘટી રહ્યું
આ જીવનમાં દોષોને હાંકી કાઢો. કૂતરા ને, જો તે ન જાય તો લાકડીથી કેવા હાંકી કાઢો છો? તે જ રીતે દોષોને કાઢો. એ જ ખરી સાધના છે.
આ સાધના આ જીવનમાં નહિ કરો તો ક્યારે કરશો?
* અંત સમયે સિદ્ધ થનાર જીવની બે તૃતીયાંશ અવગાહના રહે. ત્રણ હાથની કાયા હોય તો બે હાથ રહે.
કહે કલાપૂર્ણસૂરિ ....
... ૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org