________________
* ચાર પ્રકારના કેવલી ૧.કેવલી. ૨. ૧૪ પૂર્વી – શ્રુતકેવલી ૩. સમ્યગ્દષ્ટિ, ૪. ભગવાનના વચન પ્રમાણે આચરણ કરનાર (કંદમૂળ આદિ છોડનાર)
ગઈકાલે ભગવતમાં આવેલુંઃ
સ્કંધક પરિવ્રાજકને શ્રાવકે એવા પ્રશ્નો પૂછયા કે પરિવ્રાજક મુંઝાઈ ગયો ને પ્રશ્નો જાણવા ભગવાન મહાવીર પાસે આવ્યો. ગૌતમસ્વામી તે આવતાં ઊભા થયા.
મિથ્યાત્વી આવતાં ઊભા કેમ થવાય? ટીકામાં ખુલાસો આપતાં કહ્યું છેઃ
ભાવિમાં દીક્ષા લેવાનો છે માટે થવાય. સમ્યગ્દષ્ટિ એ જ અર્થમાં કેવલી છે. ભવિષ્યમાં બનવાના છે માટે.
કંદૂમળત્યાગી પણ કેવળી છે. કારણકે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને તેણે કંદમૂળનો ત્યાગ ર્યો છે. આ સમ્યગ્દષ્ટિની પૂર્વભૂમિકાનો આત્મા છે. પ્રશ્ન: ગુરુ ભગવાન છે, માટે દેરાસરમાં જવાની જરૂર નહિ ને? ઉત્તરઃ ભગવાન ન હોત તો ભગવબુદ્ધિ શી રીતે કરત? અમૃત જ ન હોત તો પાણીમાં અમૃત બુદ્ધિ શી રીતે થાત?
ભગવાન છે માટે ભગવબુદ્ધિ શબ્દ આવ્યો છે. ભગવાન જ છોડી દઈશું તો ભગવબુદ્ધિ કઈ રીતે રહેશે?
કહે કલાપૂર્ણસૂરિ ... Jain Education International
... ૩૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org