________________
જ્ઞાન સૂર્ય છે.
સૂર્યથી તેજસ્વી બીજી વસ્તુ આપણને દેખાતી નથી, માટે જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે. ખરેખર તો જ્ઞાન અસંખ્ય સૂર્યોથી પણ વધુ દેદીપ્યમાન છે.
* ‘મારૂક્વેસુ હિયં પચાસરા 'ભગવાનનું મુખ-મંડલ એટલું તેજસ્વી હોય છે કે જોઈ ન શકાય, ભામંડળ એ તેજને શોષી લે છે, જેથી જોઈ શકાય. આવા ભગવાન દેશના આપતા હશે ત્યારે કેવા શોભતા હશે?
તમે પ્રભાવના કરો ત્યારે સૌને આપો ને?કે નાના-મોટાનો ભેદ રાખો? ભગવાન પણ કોઈ ભેદ-ભાવ વિના સોને જ્ઞાન-પ્રકાશ આપે છે.
મલયગિરિજીએ ટીકામાં લખ્યું છે: યોગ-ક્ષેમ કરવું એ જ પ્રભુનું કાર્ય છે.
સમવસરણમાં ઘણા જીવો માત્ર ચમત્કાર ઐશ્વર્ય અને સમૃદ્ધિ જોવા જ આવે. તેઓ પ્રશંસાના બે શબ્દો કહે તો એના હૃદયમાં ધર્મ-બીજ પડી ગયું, સમજો. અત્યારે ઘણા આડંબર – આડંબર કહીને ધર્મને વગોવે છે, પણ દુકાનમાં આડંબર નથી કરાતો?
ભગવાનને કેગુરુને આડેબરની જરૂર નથી, તેઓ કરતા પણ નથી, પણ ટ્વોકરેછે, ગુરૂમાટે ભક્તો કરે છે. ધૂમ-ધામથીનગર- પ્રવેશથાય ત્યારે શું પ્રભાવ પડે, જાણો છો?
ઉજ્જૈનમાં સં. ૨૦૩૮માં પ્રવેશ થયેલો ત્યારે મોટા-મોટા મીનીસ્ટરો આવીને પૂછે શું જેનોનો કોઈ કુંભ મેળો છે
* રોડનંત સંત પ્રમોદ્ર પ્રધાન !' અનંત આનંદનું મૂળ એક માત્ર નવપદ છે, નવપદમાં પણ અરિહંત છે. * ભગવાન ધર્મ દેશના આપે છે, માત્ર હિતબુદ્ધિથી.
ધર્મ વિના હિતકર કાંઈ જ નથી. ધર્મ બકાત કરો. હિતકર કાંઈ નહિ બચે. ધર્મનો તમે સ્વીકાર કરો છો, એટલે ભગવાનને તમારા સાથી બનાવો છો.
કેવા છે ભગવાન? અષ્ટપ્રાતિહાર્યથી શોભતા. દેવેન્દ્રોથી પૂજાતા, જગતના નાથ, જગતના સાર્થવાહ, આમ જેટલી ઉપમા આપીએ, તેટલી ઓછી છે.
ભગવાનના કલ્યાણકોમાં નારકીના જીવો પણ અજવાળું પામે, ક્ષણભર સુખ પામે. માત્ર દેશના સાંભળે તે જ સુખ પામે તેવું નથી.
ભગવાન એક-એક પ્રહર બબ્બે વાર દેશના આપે, છતાં શક્તિમાં કોઈ ન્યૂનતા નહિ. દેશનામાં અમૃતની વૃષ્ટિ કરે.
પુષ્પરાવર્ત - મેઘની જેમ ભગવાન દેશના વરસાવે.
૭૪૮ .
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org