________________
શ્રીમતી રમાબેન હંસરાજ નીસર ખારોઇ (કચ્છ-વાગડ) આયોજિત શાશ્ર્વત ઓળી પ્રસંગે
ર્શાના૨, ૧૬-૧૦-૯૯, આ. સુદ પ્રથમ-૭.
આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું છે. જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ ૪, અહિંસાદિ ત્રણ, (અહિંસા – સંયમ - તપ) એ બધા મોક્ષ-માર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય. પ્રકારો જુદા લાગશે, વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ-અલગ મીઠાઈઓ બને ? પણ મૂળ વસ્તુ એક જ ને ? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ ! ત્યાં ભૂખ મટાડવી એ લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય.
* નવપદનું ધ્યાન કરવાથી શ્રીપાળ – મયણાને આટલું ફળ મળ્યું. એ ધ્યાનપદ્ધતિ નથી અપનાવતા, તેથી મળવો જોઈતો લાભ આપણને મળતો નથી. ધ્યાન માટે મનને નિર્મળ અને સ્થિર બનાવવું પડે. પછી જ તે મન ધ્યાનમાં નિશ્ચલ બની શકે, અનુલીન બની શકે.
* અત્યારે દેખાતા પ્રકાશની પાછળ સૂર્ય કારણ છે, તેમ જ્ઞાનનો જે પ્રકાશ આપણી પાસે છે, તેની પાછળ અરિહંતનું કેવળજ્ઞાન કારણ છે. આપણે કોડો રાખવાની જરૂર નથી. ચારે બાજુ જ્ઞાનાવરણીયોના પર્વતોમાં આપણે ઘેરાયેલા છીએ, અંધારું છે. એમાં થોડોક પ્રકાશ મળી જાય તો અભિમાન શાનો ? આપણા કારણે પ્રકાશ નથી આવ્યો, સૂર્યના કારણે આવ્યો છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૩૪૭
www.jainelibrary.org