________________
સૂર્યના પ્રકાશથી ઘુવડ વંચિત રહે, બીજું તો કોણ રહે ? ભગવાનની આ દેશનાથી મિથ્યાત્વી આદિ વંચિત રહે, બીજું કોણ રહે ?
આ દેશના આજે પણ આગમરૂપે સચવાયેલી છે. જિનાગમો એટલે ટેપ જ સમજી લો. ટેપ કરનારા હતા ઃ ગણધર ભગવંતો...!
આજે પણ આગમ વાંચતાં એમ થાય ઃ સાક્ષાત્ ભગવાન બોલી રહ્યા છે.
પાવર હાઉસમાંથી વાયર દ્વારા જેમ ઘરમાં પ્રકાશ આવે, પાણીની ટાંકીમાંથી પાઈપ દ્વારા જેમ ઘરમાં પાણી આવે, તેમ પ્રભુનું નામ, મૂર્તિ, આગમ – એ બધા વાયર અને પાઈપ જેવા વાહકો છે. જે ભગવાનને આપણા સુધી પહોંચાડે છે.
ચિંતન કરો ને પ્રભુનો હૃદયમાં સંચાર થાય છે.
* ગાયો નિર્ભય થઈને ચરે. કેમ કે તે જાણે છે ઃ અમારો રક્ષક ગોવાળ અહીં જ છે. ભગવાન પણ મહાગોપ છે. આપણે ગાય બનીને જઈએ એટલે કે ગાયની જેમ દીન-હીન બનીને ભગવાનનું શરણું લઈએ તો ભગવાન રક્ષક બને. આપણો ભય ટળી
જાય.
છ કાય રૂપી ગાયોના ભગવાન રક્ષક છે, માટે જ તેઓ મહાગોપ કહેવાયા છે. * ભગવાન મહામાણ છે, મહાન અહિંસક છે.
કુમારપાળ ભલે મહાન અહિંસક બન્યા, પણ ઉપદેશ કોનો ? ગુરુ દ્વારા ભગવાનનો જ ને ?
* ભગવાન નિર્યામક છે.
‘‘તપ – જપ મોહ મા તોફાને, નાવ ન ચાલે માને રે...’’
જ્યારે સાધનાની નાવ ડૂબતી લાગે, ત્યારે ભગવાન નિર્યામક બનીને બચાવે છે. ખલાસીની ભૂલ થઈ શકે, નાવ ડૂબી શકે, પણ ભગવાનનું શરણું લેનાર ડૂબ્યો હોય, એવું હજુ સુધી બન્યું નથી.
ભગવાન જગતના સાર્થવાહ છે. મુક્તિપુરી – સંઘના સાર્થવાહ !
આ સંઘમાં દાખલ થઈ જાવ, એટલે મુક્તિમાં લઈ જવાની જવાબદારી ભગવાનની ‘‘ભો ભો પ્રમાદમવય ભજમેનમ્ !’’
ઓ ભવ્યો ! પ્રમાદ ખંખેરી તમે એને સેવો – એમ દેવ-દ્વંદુભિ કહી રહી છે. આ વ્યવહારથી પ્રભુનું સ્વરૂપ થયું.
નિશ્ચયથી ભગવાનનું સ્વરૂપ કેવું ? તે અવસરે જોઈશું.
કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
...
૩૪૯
www.jainelibrary.org