________________
સામાયિકનાવારંવારસ્મરણથી સમતાભાવ આવે છે. ચોવીસેય કલાક સમતાભાવ ચાલુ હોય તો વધુ દૃઢ બને છે.
જેમ ભગવાનની સ્તુતિ પુનઃ પુનઃ બોલતાં મન ભક્તિથી આર્દ્ર બને છે, તેમ. નવ વાર કરેમિ ભંતે ક્યાં ક્યાં? સવાર - સાંજ પ્રતિક્રમણમાં ત્રણ-ત્રણ વાર તથા સંથારા પોરસીમાં ત્રણવાર કુલ
નવવાર.
બીજું બધું ભૂલાય તે ચાલે, સમતા ભૂલાઈ જાય તે કેમ ચાલે? સમતા ક્યાંથી આવે?
પ્રભુ-ભક્તિથી આવે...
છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સામાયિક પ્રભુના નામ-કીર્તનથી આવે છે. માટે બીજું આવશ્યક લોગસ્સ (નામસ્તવ કે ચતુર્વિશતિસ્તવ) છે.
સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ. સમ એટલે સમાનભાવ. આય એટલે લાભ. સમ + આ = સમાય. રૂ%[ પ્રત્યય લાગતાં “સામાયિક શબ્દ બનેલો છે.
આ લખાણ મેં મનફામાં લખેલું અનુભવથી કહું છું જે વિચારપૂર્વક લખીશું તે ભાવિત બનશે.
જ્ઞાન-દર્શન-ચારિત્રનો જેનાથી લાભ થાયતે બધી જ ચીજોને સામાયિક કહેવાય.
એક તાળાની છ ચાવી છે. છએ છ ચાવી લગાવો તો જ તાળું ખુલે. પાંચ લગાવો ને એક સામાયિક (સમતા)ની ચાવી ન લગાવો તો આત્મમંદિરના દરવાજા નહિ ખુલે આ મારો અનુભવ છે.
સમતાભાવ ન હોય ત્યારે ચિત્ત આવશ્યકોમાં ચોટે નહિ. છ આવશ્યક છે ચાવી છે. ત્રીજો અર્થઃ ૪ મૈત્રી આદિ ભાવોની પ્રાપ્તિ તે સામાયિક. “સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ પુસ્તકમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. જરૂર વાંચજો.
* ચિત્તવૃત્તિનો નિરોધ તે ધ્યાન એમ જૈનેતરો કહે છે. અશુભ ચિત્તવૃત્તિઓને રોકવી તે ધ્યાન - એમ જૈનદર્શન કહે છે. “વિત્નષ્ટ ચિત્તવૃત્તિ
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org