________________
પણ આપણી પ્રતિજ્ઞા તો ‘નાવનીવાણુ’ છે, એ ભૂલાય તે કેમ ચાલે ?
‘સ્વ’ એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે. પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો. સ્વભાવમાં અસંક્લેશ,
પરભાવમાં સંકલેશ.
સંકલેશ એટલે સંસાર
અસંકલેશ એટલે મોક્ષ.
અસંકલેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય, જીવન્મુક્ત દશાનો અનુભવ
થાય.
પ્રદેશ - પ્રદેશમાં આનંદનો અનુભવ થાય. ગીતામાં આવા યોગીને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ગીતાના એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો જૈન મુનિને બરાબર ઘટે. વાંચવા જેવા છે એ લક્ષણો.
એ લોકો સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આપણે સ્વભાવ – દશા માટે પ્રયત્ન કરવાનો છે. મૂલત ઃ બન્ને વસ્તુ એક જ છે. સામાયિક સૂત્ર એ માટેનું સાધન છે. ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ શબ્દના શ્રવણથી ખૂની ચિલાતીપુત્રને સમતાભાવની પ્રાપ્તિ થઈ હતી. મુનિએ માત્ર ત્રણ જ શબ્દ સંભળાવેલા. પેલાએ તલવાર તાણીને કહેલું : ‘સાધુડા ! ધર્મ સંભળાવ, નહિ તો માથું કાપી નાખીશ.’
'सामाइअस्स बहुहाकरणं तप्पुव्वगा समणजोगा ।'
બધા શ્રમણના યોગો સામાયિકપૂર્વકના હોય છે. કોઈપણ સ્થાને સમતાભાવ ન જ જવો જોઈએ.
પનીહારીઓનું ધ્યાન બેડામાં હોય, ભલે એ વાતો કરતી હોય, તેમ ગમે તેટલી પ્રવૃત્તિમાં મુનિનું મન સમતામાં હોય. ચોવીશેય કલાક એટલે તો ઓઘો સાથે રાખવાનો છે. સાથે રહેલો ઓઘો સતત યાદ કરાવે ઃ ‘હે મુનિ ! તારે સતત સમતામાં મહાલવાનું
છે.’
૩૩૪ Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.janelibrary.org.