________________
કલ્પવૃક્ષના બગીચામાં તમે કલ્પવૃક્ષથી વાસિત બનો. ઉકરડામાં વિષ્ઠાથી વાસિત બનો. તમારે શાથી વાસિત બનવું છે ? દોષોથી કે ગુણોથી ?
ગુણો કલ્પવૃક્ષ છે,
દોષો વિષ્ઠા છે.
ભક્તિ જ, ભગવાન સિવાયના બીજા-બીજા પદાર્થોથી વાસિત થયેલા ચિત્તને છોડાવી શકે.
ગુફામાં સિંહ આવે તો બીજા પશુઓની શી તાકાત છે કે ત્યાં રહી શકે ? પ્રભુ જો હૃદયમાં છે તો શી તાકાત છે દોષોની કે ત્યાં રહી શકે ?
તું મુજ હૃદય-ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ; કુમત માતંગના જૂથથી, તો કિશી મુજ પ્રભુ બીહ રે...
* પ્રભુ આપણા હૃદયમાં આવતા નથી કે આપણે પ્રભુને બોલાવતા નથી ? આપણે પ્રભુને બોલાવતા નથી એ જ વાત સાચી ગણાય.
ગભારો તૈયાર ન થયો હોય, સ્વચ્છતા ન હોય, ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ?
હૃદયમાં દોષોનો કચરો જ્યાં થયેલો હોય તે ભગવાન શી રીતે આવે ?
કાઉસ્સગ્ગ કરવો એટલે ાભુને હૃદયમાં બોલાવવા. લોગસ્સ પ્રભુને બોલાવવાનો આહ્વાન મંત્ર છે; એ પણ નામ દઈને.
એકાગ્રતાએ પ્રભુનો જાપ કરવાથી તે તે દોષ નષ્ટ થાય જ.
‘ભોજન કરીશું ને વળી ભૂખ લાગશે તો’ એવી શંકાથી ભોજન આપણે ટાળતા નથી. ભૂખ લાગે છે ત્યારે ભોજન કરીએ જ છીએ, તેમ દોષોને જીતવા વારંવાર કાયોત્સર્ગ કરો, પ્રભુને સ્મરો.
કાયોત્સર્ગ એટલે સ્તોત્રપૂર્વકનું પ્રભુનું ધ્યાન.
આખા પ્રતિક્રમણમાં ભક્તિ જ છે. માટે અલગ વિષય લેવાની જરૂર જ નથી. પ્રતિક્રમણમાં કેટલા કાયોત્સર્ગ આવે ? બધા જ કાયોત્સર્ગ ભક્તિપ્રધાન જ છે. ભગવાનના દરેક અનુષ્ઠાન પ્રમાદના જય માટે જ છે, દરેક ભોજન ભૂખ ભાંગવા માટે જ હોય છે.
કર્મ શત્રુઓને જીતવાની કળા, જેમણે સિદ્ધ કરી છે એમણે આ પ્રતિક્રમણાદિ કળા
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
... ૩૨૭
www.jainelibrary.org