________________
સોમવા, આસો
લોકનો સાર ચારિત્ર છે. એને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે. એની શુદ્ધિ વધે તેટલો મોક્ષ નજીક આવે, અશુદ્ધિ વધે તેમ સંસાર વધે.
સુદ-૨.
દેવ-ગુરુની કૃપાથી શાનાદિ ગુણો પ્રગટ થાય, જે આપણામાં જ પડ્યા હતા, ઘરમાં દટાયેલો ખજાનો જેમ કોઈ જાણકારના કહેવાથી મળી આવે, તેમ દેવ-ગુરુ દ્વારા આપણી અંદર રહેલો ખજાનો હાથ લાગે છે.
આપણે બાહ્ય ખજાના માટે ફાંફા મારીએ છીએ, પણ એ પરિશ્રમ નકામો જવાનો છે. કારણકે વિષયોમાં, સત્તામાં કે સંપત્તિમાં ક્યાંય સુખ કે આનંદ નથી જ. ખરો આનંદ આપણી અંદર જ છે. ત્યાંથી જ એ મળી શકશે. શરીર પણ જ્યાં છુટી જવાનું છે, ત્યાં પૈસા વગેરેની તો વાત જ શી કરવી ? પૈસા વગેરેમાંથી સુખ શી રીતે મળી શકે ?
કહે કલાપૂર્ણસૂરિ .
Jain Education International
અંદરના ગુણો જ ખરું ધન છે, એ જ ખરો ખજાનો છે. એ મળી ન જાય માટે મોહરાજા આપણને ઈન્દ્રિયોના પાશથી બાંધી મૂકે છે.
* પંચાચારમાં લાગેલા દોષોની, અતિચારોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. (સાધુ માટે પગામસજ્જાય)
પ્રતિક્રમણ પછી ગુરુ-વંદન આવે. દૈનિક ત્રણ, પક્ષી ત્રણ, ચોમાસી પાંચ અને સંવત્સરીમાં છ અભ્રુટ્ઠિઆ હોય છે.
આપણે એવા વક્ર ને જડ છીએ કે પ્રતિક્રમણ ર્યા પછી પણ પાપો ચાલુ જ રાખીએ છીએ. એટલે જ રોજ પ્રતિક્રમણ કરવાના છે. રાત્રિના પાપો માટે રાઈ, દિવસના
For Private & Personal Use Only
૩૨૫
www.jainelibrary.org