________________
ડ્રાઈવરગાડી ચલાવતાં જેટલો જાગૃત રહે તેટલી જ જાગૃતિસૂત્રાદિમાં હોવી જોઈએ. પ્રશ્ન : ડ્રાઈવર ગાડી ચલાવે, બીજા નિરાંતે બેઠા રહે, તેમ બોલનાર સૂત્ર બોલે બીજા ઉપયોગશૂન્ય થઈ સાંભળે તે ન ચાલે? ઉત્તર: અહીં બધા જ પ્રાઈવર છે. બધાની આરાધનાની ગાડી અલગ છે. કોઈની ગાડી, બીજો કોઈન ચલાવી શકે. તમારી ગાડી તમારે જ ચલાવવાની છે. એટલે જ તો ભગવાન મહાવીરે ઈન્દ્રને સહાયતા માટે ના પાડેલી. મારી સાધના મારાવતી બીજો કોઈ શી રીતે કરી શકે? બીજાના ખભે બેસીને મોક્ષના માર્ગે જઈ શકાતું નથી.
તમારાવતી બીજો કોઈ જમી લે, તે ચાલે?
* આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક સાધુ વગેરે કોઈની પણ સાથે અપરાધ થયો હોય તે ખમાવવાનો છે. “મારિય૩વજ્ઞાપ” સૂત્ર આ જ શીખવે છે.
ધર્મમાં ઓતપ્રોત ચિત્તવાળો જ ક્ષમાપના કરી શકે. ‘ડવામાં રઘુ સામvor' સમગ્ર સાધુતાનો સાર ઉપશમ છે.
સાંવત્સરિક પર્વ ક્ષમાપના પર્વ છે. જૈનોમાં એટલો એ વ્યાપક છે કે ભારતના કોઈપણ ખૂણે રહેલો જૈન ક્ષમાપના કરશે.
આપણે સૌ ભગવાન મહાવીરના સંતાન છીએ. ક્ષમા આપણો ધર્મ છે. એ માર્ગે ચાલીએ તો જ એમના અનુયાયી કહેવાઈએ.
ક્ષમાપનાન કરીએ, મનમાં વૈરનો અનુબંધ રાખીએ તો કમઠ કે અગ્નિશર્માની જેમ ભવોભવ વેરનો અનુબંધ સાથે ચાલે. આ બધી વાતો સાંભળીને ક્રોધના અનુબંધથી અટકવાનું છે.
આજે ભગવતીમાં આવ્યું - પ્રશ્નઃ સાધુને સંસાર હોય? ઉત્તર પૂર્વ કર્મોનો ઉચ્છેદ ન કરેલો હોય, તો અનંતકાળ સુધી પણ સાધુનો જીવ સંસારમાં રખડે.
* કર્મ કહે છેઃ હું શું કરું? તમે મને બોલાવ્યો એટલે હું આવ્યો. સિદ્ધો નથી બોલાવતા તો હું તેમને ત્યાં નથી જતો.
પ્રતિક્રમણ આવા પાપકર્મોને દૂર કરવાની પ્રક્રિયા છે. તે વખતે જ પ્રમાદ કરીએ તો થઈ રહ્યું. સૈનિક યુદ્ધ વખતે જ પ્રમાદ કરે તો? પોતે તો મરે જ, દેશને પણ ઘોર પરાજય
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૩૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org