________________
નીચે પડતી બરણી હજુ પકડી શકાય, પણ પડતા પરિણામને પકડવા મુશ્કેલ છે.
આ રીતે પરિણામને ધારણ કરી રાખે તેને જ “ધર્મ કહેવાય. ‘ઘાર થઈ ૩ન્નતે '
* પાલીતાણામાં આવેલા પૂર વખતે ચારિત્રવિજયજી કચ્છીએ ૧૦૦ જણને લગભગ બચાવેલા. તરવાની કળા તેઓ જાણતા હતા.
સાધુ - સાધ્વી સંસાર સાગરના તરવૈયા ગણાય. આપણા આશરે આવેલાને આપણે નહિતારીએ તો બીજો કોણ તારશે?
બાવરપાસેના બલાડ ગામમાં “જિનાલય અમારા બાપદાદાનું બંધાવેલું છે.” એમ ખબર પડતાં તેમણે જ પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય તુલસીને સાફ કરી દીધું આપના સંઘમાં અમને ગણો કે ન ગણો, અમે અમારા બાપ-દાદાનું મંદિર સંભાળવાના, ત્યાં અમે પ્રતિષ્ઠા કરાવેલી.
હમણાં હગરીબામનહલ્લીમાં પ્રતિષ્ઠાનો ચડાવો એક તેરાપંથીએ લીધેલો. અહીંની બાજુના મોખા ગામમાં પ્રતિષ્ઠાનાની પક્ષના સ્થાનકવાસીઓએ કરાવેલી.
* દુકાનમાં આગ લાગી છે, એમ ખબર પડતાં તમે શું કરો? તરત જ બુઝાવી નાખો ને?
મનમાં પણ કષાયો ઉત્પન્ન થાય, તે જ ક્ષણે એને શાંત કરી દો, કષાય આગથી પણ ખતરનાક છે.
अणथोवं वणथोवं अग्गिथोवं कसायशोवं च ।
न हु भे वीससिअ त्वं थोवंपि हु तं बहु होइ ।। કષાયાદિનાનાશ માટે પગામસજાય આદિ સૂત્રો અત્યંત ઉપયોગપૂર્વક બોલવા. વિદેમસંગમે” થી લઈને તેત્રીશ આશાતનાઓ સુધી કેવું વર્ણવ્યું છે?
મત્તાત્ શાતના = માતની ચારેબાજુથી જે ખલાસ કરી નાખે તે આશાતના છે.
આગની જેમ આશાતનાથી દૂર રહો. આગ સર્વતોભક્ષી છે, તેમ આશાતના પણ સર્વતોભક્ષી છે. આપણું બધું ખલાસ કરી નાખે.
પગામજ્જા આદિ સૂત્રો કદાચ બીજા બોલતા હોય તો ખૂબ જ ઉપયોગપૂર્વક સાંભળવા. એ બોલતા રહેને આપણો ઉપયોગ બીજે રહે, એવું ન બનવું જોઈએ.
..... કહે કલાપૂર્ણસૂરિ
૭૨૨ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org