________________
“કરૂણાદષ્ટિ કીધી રે, સેવક ઉપરે; ભવભયભાવક ભાંગી ભક્તિ પ્રસંગ જો...” પ્રભુ કૃપાથી મોહનવિજયજી જેવી સ્થિતિ આપણી પણ કેમ ન બને?
इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पत यधः ।
परमं भावमन्विच्छन्नाऽविवेके निमजति ।। પરમ ભાવોને ઈચ્છતો અવિવેકમાં સરી પડતો નથી. પરમ ભાવોને નહિ ઈચ્છતો વિવેક-પર્વત પરથી નીચે પડે છે.
અશુભ યોગોથી જે પાપો બંધાય, તેનો નાશશુભભાવોથીજ થાય, અશુભભાવોથી તો ઉલ્ટા પાપોવધે.
જે અપથ્ય આહારથી રોગ થયો હોય તે અપથ્ય આહારના ત્યાગથી જ રોગનો નાશ થઈ શકે.
* આપણા દોષો આપણે જ પકડી શકીએ. બીજું કોણ પકડે? ૨૪ કલાક કાંઈ ગુરુ સાથેન હોય. કદાચ જાણે તો પણ ગુરુવારંવાર ટક-ટકનકરી શકે. સ્વમાન ઘવાય તો શિષ્યને ગુરુ પર પણ ગુસ્સો આવી જાય.
એ તો જાતે જ કરવાનું છે. આ કામ આપણે નહિ કરીએ તો બીજું કોઈ નહિ કરી શકે.
* શત્રુઓ હુમલા કરે ત્યારે કેટલું સાવધ રહેવું પડે?
૨૦૨૦માં હુંભુજપુર હતો. ત્યારે પાકિસ્તાનનું વિમાન એકદમ નીચેથી નીકળેલું ને જામનગર જઈ હુમલો. ર્યો એ જ અરસામાં ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું સુથરીમાં વિમાનમાં અવસાન થયેલું.
કષાયોનો હુમલો પણ આવો જ હોય છે. આપણે સદા સાવધાન રહેવાનું છે.
........ કહે કલાપૂર્ણસૂરિ
૩૨૦ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org