________________
અહિં તો સૂત્રાત્મકરૂપે આપ્યું છે. એનો વિસ્તાર બાકી છે, મંથન બાકી છે.
‘૩પયોગો નક્ષળમ્’ વગેરે કેટલા અર્થ ગંભીર સૂત્રો છે ? તેના પર જેટલું ચિંતન કરીએ, તેટલું ઓછું છે. આ અનુષ્ઠાનમાં આરાધકો તરફથી આયોજકની કે આયોજકો તરફથી આરાધકોની કોઈ ફરિયાદ નથી આવી. આવું બહુ ઓછા સ્થાને બનતું હોય છે. * પંચ પરમેષ્ઠી અરિહંતનો જ પરિવાર છે.
ગણધરો (આચાર્યો) અરિહંતના શિષ્યો છે.
ઉપાધ્યાયો ગણધરોના શિષ્યો છે. સાધુઓ ઉપાધ્યાયોના શિષ્ય છે. ‘સિદ્ધ’ એ બધાનું ફળ છે.
* ભગવાનનું શરણું ૪ સ્થાનથી મળે.
૪ સ્થાન એટલે ૪ ફોનના સ્થાનો સમજો.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ
જાપથી નામની, મૂર્તિથી સ્થાપનાની, આગમથી દ્રવ્યની અને શુદ્ધ આત્મદ્રવ્યથી ભાવ અરિહંતની ઉપાસના થઇ શકે.
આ ચારનો સંપર્ક કરશો તો ભગવાન મળશે જ.
આ પ્રભુને તમે ક્ષણ વાર પણ છોડશો નહિ.
વાનર – શિશુની જેમ આપણે ભગવાનને વળગીને રહેવાનું છે. ભગવાનને છોડીશું તો ભાંગીને ભૂક્કો થઈ જઈશું.
પ્રભુ પદ વળગ્યા, તે રહ્યા ાજા,
અળગા અંગ ન સાજા રે....
પ્રભુને વળગવું એટલે એમની આજ્ઞાને વળગવું. વાનર–શિશુ જો માતાને છોડી દે
તો?
અહીં જો જાપમાં તમને આનંદ આવ્યો હોય તો આ જાપ તમે જીવનમાં ઉતારજો. જાપથી સંસારના દુઃખોમાં ટકી રહેવાનું બળ મળશે.
રાત્રિભોજન આદિ અભક્ષ્યત્યાગવગેરેજીવનમાં આપનાવજો, જોનવકારને ફળદાયી બનાવવો હોય.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૩૧૭
www.jainelibrary.org