SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં તો સૂત્રાત્મકરૂપે આપ્યું છે. એનો વિસ્તાર બાકી છે, મંથન બાકી છે. ‘૩પયોગો નક્ષળમ્’ વગેરે કેટલા અર્થ ગંભીર સૂત્રો છે ? તેના પર જેટલું ચિંતન કરીએ, તેટલું ઓછું છે. આ અનુષ્ઠાનમાં આરાધકો તરફથી આયોજકની કે આયોજકો તરફથી આરાધકોની કોઈ ફરિયાદ નથી આવી. આવું બહુ ઓછા સ્થાને બનતું હોય છે. * પંચ પરમેષ્ઠી અરિહંતનો જ પરિવાર છે. ગણધરો (આચાર્યો) અરિહંતના શિષ્યો છે. ઉપાધ્યાયો ગણધરોના શિષ્યો છે. સાધુઓ ઉપાધ્યાયોના શિષ્ય છે. ‘સિદ્ધ’ એ બધાનું ફળ છે. * ભગવાનનું શરણું ૪ સ્થાનથી મળે. ૪ સ્થાન એટલે ૪ ફોનના સ્થાનો સમજો. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જાપથી નામની, મૂર્તિથી સ્થાપનાની, આગમથી દ્રવ્યની અને શુદ્ધ આત્મદ્રવ્યથી ભાવ અરિહંતની ઉપાસના થઇ શકે. આ ચારનો સંપર્ક કરશો તો ભગવાન મળશે જ. આ પ્રભુને તમે ક્ષણ વાર પણ છોડશો નહિ. વાનર – શિશુની જેમ આપણે ભગવાનને વળગીને રહેવાનું છે. ભગવાનને છોડીશું તો ભાંગીને ભૂક્કો થઈ જઈશું. પ્રભુ પદ વળગ્યા, તે રહ્યા ાજા, અળગા અંગ ન સાજા રે.... પ્રભુને વળગવું એટલે એમની આજ્ઞાને વળગવું. વાનર–શિશુ જો માતાને છોડી દે તો? અહીં જો જાપમાં તમને આનંદ આવ્યો હોય તો આ જાપ તમે જીવનમાં ઉતારજો. જાપથી સંસારના દુઃખોમાં ટકી રહેવાનું બળ મળશે. રાત્રિભોજન આદિ અભક્ષ્યત્યાગવગેરેજીવનમાં આપનાવજો, જોનવકારને ફળદાયી બનાવવો હોય. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૧૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy