________________
ખાવા-પીવાનું આપ્યું નહિ. આખા અમદાવાદમાં હલચલ મચી ગઈ.
આખરે કુટુંબીઓએ રજા આપવી પડી. લવારની પોળમાં મણિવિજયજીએ દીક્ષા આપી. ૧૯૩૨માં દીક્ષા આપી. મણિવિજયજીના સૌથી છેલ્લા શિષ્ય સિદ્ધવિજયજી' બન્યા. પછીથી પત્ની ચંદને દીક્ષા લીધી. સાળાએ પણ દીક્ષા લીધી નામ આપ્યું ઃ પ્રમોદવિજયજી!
પહેલા જ ચોમાસામાં ગુરૂ-આજ્ઞાથી વૃદ્ધ સાધુ રત્નસાગરજી મ.ની સેવામાં સૂરત ગયા. સતત ૮ વર્ષ સુધી સેવા કરી. સુરતના લોકોનો પ્રેમ જીતો. એમણે પાઠશાળા
સ્થાપી, તેમાં પણ પોતાનું નામ નહિ, પણ રત્નસાગરજીનું નામ આપ્યું. આજે પણ રત્નસાગરજીના નામવાળી પાઠશાળા ચાલે છે.
એજ વર્ષે આ સુ ૮ ગુરૂદેવમણિવિજયજી કાળધર્મ પામ્યા. ગુરૂનું સામીપ્યમાત્ર છ જ મહિના મળ્યું. પણ અંતરના આશીર્વાદ મળી ચૂક્યા હતા.
ભણવાનો એટલો રસ કે છાણીથી રોજ ૯ કિ.મી. ચાલીને રાજારામ શાસ્ત્રી પાસે ભણવા જાય.
વિ. સં. ૧૯૫૭માં સુરતમાં ૩૦ દિવસના મહોત્સવપૂર્વક એમની પંન્યાસપદવી થઈ. ૮૪ વર્ષની ઉંમરે એમણે ચાલીને સિદ્ધાચલ – ગિરનારની યાત્રા કરેલી.
૫૦૦ પ્રતિમાઓની તેમણે અંજનશલાકા કરેલી. છેલ્લા ૩૩વર્ષથી અખંડવર્ષીતપ ચાલતા હતા. કાળધર્મની દિવસે (ભા. વ. ૧૪) પણ ઉપવાસ હતો. - (દક્ષેશભાઈ સંગીતકારે સિદ્ધિસૂરિજીનું ગીત ગાયું)
(માંડવીમાં આજે જે ૨૦ હજાર ઘેટા તથા ૧૦મરઘાઓ મુસ્લીમોના કોઈ કાર્યક્રમમાં ભોજન માટે હોમાઈ જવાના હતા. સખ્ખત વિરોધ થતાં, તે કાર્યક્રમ બંધ રહ્યો છે. તે માટે આપણે સૌ આનંદ અનુભવીએ છીએ. ગુજરાતના C.M. કેશુભાઈ ની દરમ્યાનગિરિથી આ કાર્ય થયું છે)
.. ૩૧૫
કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org