________________
ભા. વ. ૧૪, બપોર, તા. ૮-૧૦-૯૯
* નમસ્કાર ભલે સેવકે ર્યો, પણ ગણાય નમસ્કારણીયનો. નમસ્કરણીય ન હોય તો નમસ્કાર કોને થાત? નમસ્કરણીયનો આ પણ એક ઉપકાર છે.
સામાયિકનો અધ્યવસાય પેદા કરાવનાર અરિહંતો છે. આખી દુનિયામાં શુભ અધ્યવસાયો પેદા કરાવવાનો ઠેકો અરિહંતોએ જ લીધો છે એમ કહીએ તો પણ ચાલે.
મહેન્દ્રભાઈએ પરિવારવતી આવીને વિનંતી કરેલી: મારે આવું અનુષ્ઠાન કરાવવું * છે. અમે હા પાડી. અગાઉ પણ આવું અનુષ્ઠાન કરાવેલું છે. અમારા જૂના પરિચિત છે.
ભૂમિનો પણ પ્રભાવ હોય છે. જ્યાં નિર્વિદને કાર્ય પૂર્ણ થાય છે. સૂરત કે મુંબઈમાં આવું કાર્ય થઈ શકત? આવું શાન્ત વાતાવરણ મળત?
મદ્રાસ અંજનશલાકામાં ભોજન, મહોત્સવ, વિધિવિધાન, સ્ટેજ પ્રોગ્રામ, મંદિર વગેરે બધું જ અલગ. બરાબર જામે નહિ. ઉદારતા વિના આવું અનુષ્ઠાન શોભે નહિ.
ફરી-ફરી આવા અનુષ્ઠાનો કરાવતા રહો બીજાને પણ આવી પ્રેરણા મળશેઃ અમે પણ આવું કચવીએ. દીક્ષા, પ્રતિષ્ઠા કે ઉપધાન જે અનુષ્ઠાન દેખાય તે કરાવવાનું મન માણસને થતું હોય છે.
* ૧૪ પૂર્વી છેલ્લે બધું કદાચ ભૂલી જાય, પણ નવકાર ન ભૂલે, નવકાર આ ભવમાં જ નહિ, ભવોભવમાં ભૂલવાનો નથી.
* ભેંસ વગેરે ખાધા પછી વાગોળે છે, તેમ તમે અહિ સાંભળેલા પદાર્થો વાગોળજો.
૩૧૬ Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only