________________
જ્ઞાની ભગવાનને પકડે છે. આ વાનરી ભક્તિ. દા.ત. અભયકુમાર ભગવાન ભક્તને પકડે છે. આ માર્જોરી ભક્તિ. દા.ત. ચંડકૌશિક.
અભયકુમારે ભગવાનને પકડ્યા હતા. યેન કેન પ્રકારેણ દીક્ષા લઈ ભગવાનનું શરણું લીધું હતું. જ્યારે ચંડકૌશિકને તારવા ભગવાન સામે ચડીને ગયા હતા. *નીયાત્ પુછ્યાંાખનની, પાનની શોધની 7 મે ।
મારા પુણ્યરૂપ શરીરને જન્મ આપનારી, તેનું પાલન શોધન કરનારી માતા જય પામો.
માતા શું કરે છે ? બાળકને જન્મ આપે, ઉછેરે, સાચવે અને સાફ કરે. મા સિવાય આ કામ કોણ કરી શકે ? યાદ છે આ બધું ? શૈશવને યાદ કરો. પારણામાં સૂતેલા હતા ત્યારે કોણ ઝૂલાવતું ? કોણ હાલરડા ગાતું ? કોણ દૂધ પીવડાવતું ? કોણ દેરાસરે લઈ જતું ? કોણ નવકાર શીખવતું ?
આવા સંસ્કાર અપનાર માતા શી રીતે ભૂલાય ? એની અવગણના શી રીતે થઈ શકે? ૪૦૦ સાધકોમાં મા ની અવગણના કરનારો કોઈ નહિ જ હોય. એવાને અહિં આવવાનું મન પણ ન થાય.
આપણે રડતા’તા ને મા દોડતી આવતી,
આપણે ભૂખ્યા થતા’ને મા દૂધ પીવડાવતી.
આપણે પથારી બગાડતા ને મા તે કાઢીને સૂકી પથારીમાં સૂવડાવતી. આવી મા તમે ભૂલો ખરા ? ભગવાન પણ જગતની મા છે, જગદંબા છે.
મદ્રાસમાં એવી હાલત થયેલી, તબિયત એટલી ખરાબ થયેલી કે જવાની તૈયારી, મુહપત્તીના બોલ પણ ન બોલી શકું. આવી અવસ્થામાં મને ઉગારનાર કોણ ? મા સિવાય કોણ ? ભગવાનમાં હું ‘મા’ના દર્શન કરૂં છું.
એમણે આવીને મને બચાવી લીધો. આજે મને લાગે છે ઃ ભગવાને મને જાણે પુનવતાર આપ્યો.
‘‘મળો વિપ્પળામો, ગાયા વિળયા - સહાÈિ’ નિર્યુક્તિમાં આમ શ્રી ભદ્રબાહુસ્વામીને પંચ પરમેષ્ઠીના ગુણો ગણાવ્યા છે.
અરિહંત માર્ગદાતા છે.
સિદ્ધ અવિનાશી છે.
આચાર્ય આચાર-પાલક અને આચાર-પ્રસારક છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
:
૩૧૩
www.jainelibrary.org