________________
પૂ. સિદ્વિરે સ્વતી
ભા. વ. ૧૪, સવાર, તા. ૮-૧૦-૯૯
* એક પ્રકાશિત દીવો અનેકને પ્રકાશિત કરે, એક તીર્થકર અનેકને પ્રકાશિત કરે ભગવાન મહાવીર પ્રભુનો જલાવેલો શાસન-દીપ ૨૧ હજાર વર્ષ સુધી બુઝાયા વિના ઝળહળતો રહેશે.
* મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીને જીતવા આવેલા પણ ભગવાનની પ્રિય અને મધુર વાણીએ એમને વશ કરી લીધા. ભગવાનના જ તેઓ શિષ્ય થઈ ગયા. * ગુરૂની સેવા ક્યાં સુધી કરવી?
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा-सात्म्येन यावता ।
आत्मतत्त्व-प्रकाशन, तावत् सेव्यो गुरूत्तमः ।। જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરૂત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરૂની સેવા કરવી જોઈએ. સમ્યગ્દર્શન થયું તેને આત્મદર્શન, તત્વદર્શન અને વિશ્વદર્શન થયું સમજો. * ભક્તિનો બીજો પ્રકારઃ મારી ભક્તિ!
વાનરશિશુ માતાને વળગે છે. જ્યારે અહીં બિલાડી બચ્ચાંને પકડે છે. જ્ઞાની અને ભક્તની ભક્તિમાં આટલો ફરક છે.
.... કહે કલાપૂર્ણસૂરિ
૩૧ ૨ ... . Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org