________________
* પરમાત્મા સાથે અભેદ ક્યારે સધાય?
શરીર સાથે ભેદ સધાય ત્યારે, ત્યારે જ સર્વ જીવો સાથે અને પ્રભુ સાથે અભેદભાવ સધાય.
આવો અભેદ આવતાં અમૃતકુંડમાં સ્નાન કરતા હોઈએ તેવો અનુભવ થાય છે પીઓ અનુભવ રસપ્યાલા” એવા ઉદ્ગારો આ દશામાં નીકળે છે. શરાબીની જેમ અનુભવનો પણ એક લોકોત્તર નશો હોય છે, જ્યાં દેહનું ભાન ભૂલાઈ જાય છે.
આ અનુભવનો પ્યાલો જેણે પીઘો તેને ગાંજા-ભાંગ વગેરે ન ગમે. સાતે ઘાતુના રસને ભેદીને આત્માના રસને આવો યોગી વેદે છે.
* મૈત્રીથી ક્રોધનો, પ્રમોદથી માનનો, કરૂણાથી માયાનો, માધ્યસ્થથી લોભનો જય થાય છે. * નામનું આલંબન ૧લી માતા આપે.
મૂર્તિનું આલંબનબીજી માતા આપે. આગમનું આલંબનત્રીજી માતા આપે. કેવલજ્ઞાનનું આલંબનચોથી માતા આપે. * ગણધરોના મયવં કિં ત્તત્ત?' પ્રશ્નના જવાબમાં ભગવાને ક્રમશઃ ઉત્પન્ન વા વિકાપવા યુવેવા’ જવાબ આપ્યા. આ ત્રિપદીમાંથી દ્વાદશાંગીનો જન્મ થયો. નિર્વિકલ્પ સમાધિ વિના આવું ઉત્કૃષ્ટ નિર્માણ થઈ શકે નહિ. શબ્દાતીત અવસ્થામાં ગયા પછી બધા શબ્દો તમારા દાસ બનીને ચરણ ચૂમે છે. શબ્દો તમારે શોધવા પડતા નથી, શબ્દો તમને શોધતા આવે છે, રચના સહજ રીતે થઈ જાય છે.
આત્મપ્રદેશનો આનંદ અલગ, અવ્યાબાધ સુખનો આનંદ અલગ.
જેમકોઈ ઉદાર માણસઅલગ-અલગ મીઠાઈઓથી ભક્તિકરે, તેમચેતનાચેતનની ભક્તિ કરે છે. અનાદિકાળથી ચેતને કદી ચેતનાની સામે ય જોયું નથી. હવે ચેતનાએ નક્કી ક્યું છે એવી ભક્તિ કરું, ચેતન કદી બહાર જાય જ નહિ.
ચેતના પતિવ્રતા સ્ત્રી છે. જે કદી સ્વામીને છોડતી નથી. આપણે એટલા નફ્ટ છીએ કે કદી એની સામું જોયું નથી. सहभाविनो गुणाः क्रमभाविनः पर्यायाः
ગુણ સદા સાથે જ રહે એ કદી આપણો સાથ ન જ છોડે.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૩૦૯
Jair-Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org