________________
ઉત્પન્ન થાય છે કે જે ભવોભવ ન જાય.
આ ત્રણના પ્રભાવથી જ ભગવાન જન્મજાત વૈરાગી હોય છે. પૂર્વભવના સંસ્કારો આ ભવમાં આવી શકતા હોય તો આ ભવના સંસ્કારો આગામી ભવમાં નહીં આવે ? આ ભવમાં હવે કેવા સંસ્કારો નાખવા છે ? તે તમારે વિચારવાનું છે.
આ તીર્થમાં ઉત્તમ ભાવો પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. એ ભાવો સદા ટકી હે, જન્મ-જન્માંતરમાં સાથે ચાલે, તેને ‘અનુબંધ’ કહેવામાં આવે છે.
નહિ ઉભા થયેલા શુભ ભાવોને પ્રભુ ઊભા કરે છે. ઊભા થયેલા ભાવોને ટકાવે છે. માટે જ પ્રભુ નાથ છે. પ્રાપ્તિ અને સુરક્ષા કરાવી આપે તે નાથ કહેવાય છે.
મળેલા ગુણોનું સંવર્ધન અને સુરક્ષા પ્રભુ-નિર્દિષ્ટ ક્રિયાઓના પાલનથી થાય છે. કારણકે અત્યારે આપણા ગુણો ક્ષાયોપામિક ભાવના છે.
વેપારી, જે દિવસે કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની, ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો. * ‘સ્વ-પરાત્મવોધઃ’ આ ભક્તિની શોભા છે.
‘સ્વ’ અને ‘પર’ એટલે શું ?
‘સ્વ’ એટલે હું અને ‘પર’ એટલે તું ? માત્ર કુટુંબીજન ? નહિ, ‘સ્વ’ એટલે આત્મા અને ‘પર’ એટલે બીજી આખી દુનિયા – જડ-ચેતન બધું જ.
જડ-ચેતનનો સાચો બોધ ત્યારે જ ગણાય, જ્યારે બધા જ સાથે ઉચિત વર્તન થાય. એ જ કરૂણા છે, એ જ અષ્ટપ્રવચન માતા છે. તીર્થંકરની અને આખા જગતની માતા એક જ છે ઃ કરૂણા !
* દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ કર્મના આ ત્રણ પ્રકારો છે.
દ્રવ્યકર્મ તે કાર્મણ વર્ગણા, ભાવકર્મ તે રાગદ્વેષ અને નોકર્મ તે શરીર-ઇન્દ્રિયો છે. આ ત્રણેય કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે.
* વિરતિધરોમાં યોગ વ્યક્ત રૂપે હોય છે. સમ્યષ્ટિ વગેરેમાં યોગનું બીજ હોય છે. માટે જ યોગના ખરા અધિકારી વિરતિધરો મનાયા છે.
* મુળપાવવત્ દ્રવ્યમ્ । આપણું આત્મદ્રવ્ય કેવું છે ? ગુણ – પર્યાયનો ખજાનો છે.
* ૧લી માતા
બીજી માતા
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
પ્રીતિ યોગ આપે. ભક્તિ યોગ આપે.
For Private & Personal Use Only
૩૦૭
www.jainelibrary.org