________________
પામ્યો પરમ આધાર; મન વિશરામી વાલો રે,
આતમ ચો આધાર. આત્માના આધારરૂપ, મનના વિશ્રામરૂપ, પરમ આધારરૂપ સમર્થ સાહેબ જિનેશ્વર દેવના દર્શનાર્યા એટલે સર્વના દર્શન કર્યા. એ દર્શન થયા પછી T.V. વગેરે જોવાનું મન થાય? T.V. જોવાનું મન થાય તો સમજજોઃ હજુ ભગવાનને જોયા જ નથી. (ટી.વી.ની બાધા અપાઈ) . * * અભય, ગુણપ્રકર્ષવાળા, અને અચિત્ય શક્તિમાન ભગવાન છે. પણ એથી બીજાને શો લાભ? ભગવાન પરોપકારના સ્વભાવવાળા પણ છે. આપણી જેમસ્વાર્થમાં જ મસ્ત થઈને રહેનારા પ્રભુ નથી.
આપણને જેમ ચા આદિનું વ્યસન છે તેમ પ્રભુને પરોપકારનું વ્યસન છે. પ્રભુનો સંગ કરીએ તો એમનું વ્યસન આપણામાંન આવે? દારૂડીઆ સાથે રહેતો માણસદારૂનો વ્યસની બને તો પ્રભુનો પ્રેમી પરોપકાર-વ્યસની ન બને? ન બને તો સમજવું. પ્રભુનો સંગ થયો જ નથી.
અભિમાન મહાન માણસને પણ નીચે પછાડે છે. રાવણ, દુર્યોધન આદિ આના ઉદાહરણો છે. બીજી માતા (નવકારમાતા) આપણો અહંકારતોડે છે. આપણો સાધનાનો માર્ગ નિર્વિદન બનાવે છે.
* પ્રશ્ન વ્યાકરણમાં અહિંસાના ૬૦નામો આપ્યા છે. તેમાં અહિંસાનું એક નામ શિવા” પણ છે.
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी;
अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं शिवं भवतु स्वाहा. એનો આપણે શો અર્થ કરીએ છીએ? શિવાદેવી નેમિનાથ ભગવાનની માતા? પણ એના કરતાં શિવાનો અર્થકરૂણા = અહિંસા કરીએ તો? કરૂણા જ તીર્થકરત્વની માતા છે.
સુરતમાં પૂ ભુવનભાનુ સૂરિજીને આ ૬૦નામો બતાવ્યા, “શિવા” શબ્દ બતાવ્યો, આનંદિત થઈ ગયેલા.
* અહિંસાનું અહીં જે પાલન કરે તેને પૂર્ણ અહિંસારૂપ સિદ્ધશિલા મળે. જે ધર્મનું પૂર્ણ પાલન કરે તેને મોક્ષ મળે. કારણ આવે તો કાર્ય આવવાનું જ છે. દીવો આવશે તો
કહે કલાપૂર્ણસૂરિ ......
... ૩૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org