________________
* માળી, બીજમાં વૃક્ષ જુએ છે. શીલ્પી પત્થરમાં પ્રતિમા જુએ છે. પ્રભુ ભક્ત, પ્રભુનામમાં પ્રભુ જુએ છે.
ધર્મ પર પ્રેમ છે? ધર્મ એટલે મોક્ષ. ધર્મમોક્ષનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર થઈ શકે. મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર કેમ નહિં?
તૃમિ ગમે કે ભોજન? તૃમિ ગમે છે? ભોજન વિના તૃપ્તિ શી રીતે મળશે? ધર્મ વિના મોક્ષ શી રીતે મળશે? મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર પ્રેમ હોવો જ જોઈએ.
* ભક્તિ એટલે જીવન્મુક્તિ. જેણે આવી ભક્તિ અનુભવી તે કહી શકે ? “મુક્તિથી અધિક તુજ ભક્તિમુજ મન વસી” કારણ કે ભક્તિમાં મુક્તિ જેવો આસ્વાદ તેને મળી રહ્યો છે.
*કેવળજ્ઞાન મોટું કે શ્રુતજ્ઞાન? પોત-પોતાના સ્થાને બન્ને મોટા, પણ આપણા માટે શ્રુતજ્ઞાન મોટું ! એ જ આપણું ઉપકારી છે. સૂરજ ભલે મોટો હોય, ભોંયરામાં રહેનાર માટે દીવો જ મોટો છે.
* આ વીતરાગ જિનેશ્વર દેવને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બુદ્ધ વગેરે સર્વ નામે પોકારી શકો.
તેતે નામોની વ્યાખ્યા ભગવાનમાં ઘટી શકે. ભગવાન બ્રહ્મા છે. કારણકે તેઓ પરબ્રહ્મ સ્વરૂપી છે. ભગવાન વિષ્ણુ છે. કારણકે કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપી છે. ભગવાન શંકર છે. કારણકે સૌને સુખ આપનારા છે. ભગવાન બુદ્ધ છે. કારણકે કેવળજ્ઞાનરૂપી બોધને પામેલા છે. ભગવાન કૃષ્ણ છે. કારણકે કર્મોનું કર્ષણ કરે છે. ભગવાન રામ છે. કારણકે આત્મ સ્વરૂપમાં સતત રમણ કરે છે.
* લોક કરતાં અનંતગણો અલોક છે. તેવા અનંત લોક + અલોકોને ઉપાડી ક્યાંય ફેંકી દે, એવી શક્તિ પરમ આત્માના એક આત્મપ્રદેશમાં છે.
* વારંવાર બોલતા દેવ-ગુરૂ પસાયનો અર્થ શો?
એ જ કે કાંઈ થયું છે તેમાં ભગવાનની કૃપા છે. મારું કશું નથી, આપણે વારંવાર આ શબ્દ બોલીએ તો છીએ, પણ જીવન સાથે એનો કોઈ સંબંધ રાખ્યો નથી. દરેક કાર્યોની સફળતામાં દેવ-ગુરૂ યાદ આવે ખરા? સાચું કહેજો.
* સાહિબ સમરથ તું ધણી રે,
૩૦૪ ... Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only