________________
પ્રકાશ ક્યાં જશે? ભોજન આવશે તો તૃમિક્યાં જશે? તૃપ્તિ માટે નહિ, પણ ભોજન માટે જ પ્રયત્ન કરનારા આપણે ધર્મ માટે કેમ પ્રયત્ન કરતા નથી? ચાલવાનો પ્રયત્ન ચાલુ રાખશો તો મંઝિલ ક્યાં જશે? ચાલવાનું ચાલુ રાખો, મંઝિલ પોતાની મેળે આવશે. ભોજન કરો તૃપ્તિ પોતાની મેળે મળશે. દીવો જલાવો, પ્રકાશ પોતાની મેળે મળશે. ભક્તિ કરો, મુક્તિ પોતાની મેળે મળશે.
મુક્તિ-મુક્તિનો જાપ કરીએ પણ એના કારણનો સમાદર ન કરીએ તો આપણે પેલા મૂખ જેવા છીએ, જે તૃપ્તિ-તૃપ્તિનો જાપ તો કરે છે પણ સામે જ પડેલા લાડવા ખાતો નથી.
* આંધળો ને પાંગળો બન્ને સાથે રહેતો ઈષ્ટ સ્થાને જઈ શકે, પણ અલગ રહે તો? | ક્રિયા અને જ્ઞાન સાથે મળે તો મોક્ષમળે, પણ અલગ રહે તો? મોક્ષ દૂર જ રહે!
* ત્રીજી માતા આજ્ઞાપાલન માટેની છે. નમો રિહંત + મ = પ્રભુની આજ્ઞાને નમસ્કાર! આજ્ઞાને નમસ્કાર એટલે આજ્ઞાનું પાલન કરવું.
બીજી માતાએ આત્મતુલ્ય દૃષ્ટિ આપી. પણ ત્રીજી માતાએ તે આત્મતુલ્ય વર્તન આપ્યું. પછી બીજાનું દુઃખ, પોતાનું દુઃખ જ લાગે.
પરની દયા તે પોતાની જ દયા છે. એવી દૃષ્ટિ અહીં ઉઘડે છે.
વિરતિ ધર્મનું શુદ્ધ પાલન તો જ થઈ શકે. અહીંથી જતાં પહેલાં ૧૨ વ્રતો લઈ લેજો. જો કે, સામાન્ય રીતે અહિંસાદિનું પાલન જેનોમાં હોય જ. જાણી જોઈને તમે જીવોને મારો છો? કીડી-મંકોડા પર જાણી જોઈને પગમૂકો છો? જૈન બોસ્વાભાવિક રીતે જ આવું ન જ કરે. હવે માત્ર વ્રત લેવાની જરૂર છે.
* પટુ, અભ્યાસ અને આદરમાં આ ત્રણ રીતે સંસ્કારો પડે છે. (૧) પટુઃ દા.ત. યુરોપમાં હાથી નથી હોતા, કોઈએ તેમને હાથી બતાવ્યોતેમણે ધારીને જોયો ૨-૪ વાર જોયો, હવે તે કદી નહિ ભૂલે. આજ વાત ધર્મકાર્યમાં ઘટાડવી. (૨) અભ્યાસઃ દેલવાડા આદિની કોતરણી જોઈ છે? કેવી રીતે બનાવી હશે? અભ્યાસનું આ ફળ છે. અહીં એવા વૈદ્ય હતા કે નાડી જોઈને રોગ કહી દેતા. એવા પગી હતા કે અજ્ઞાત વ્યક્તિનું પગેરું શોધી કાઢતા. આ અભ્યાસ (પુનઃ પુનઃ પ્રયત્નતે અભ્યાસ)નું ફળ છે. અભ્યાસ જેટલો મજબૂત તેટલા સંસ્કાર તેટલા ગાઢ પડશે. (૩) આદરઃ ભવોભવમાં સાથે ચાલે છે, કોઈક દિવ્ય અનુભૂતિ થવાથી એવો આદર
૨૬ છે.
૩૦૬ ... Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only