________________
ત્રીજી માતા વચન યોગ આપે. વચન એટલે આજ્ઞાપાલન
ચોથી માતા અસંગ યોગ આપે. અસંગ એટલે સમાધિ. * “મુત્તિ તાપી ! વિશુદ્ધવિરે મુળધરા મમાસિ સાક્ષાત્ |
માર્લવીયાના વોંશુ - સન્ન વિં દોયતે ગૃહાન ?' મુક્તિગયો તોય વિશુદ્ધિચિત્તે, ગુણોવડે તું અહિંયા જ ભાસે; હો સૂર્યપૂરે પણ આરિસામાં, આવી અને શું ઘર ના પ્રકાશે?
પ્રભુ! આપ મોક્ષમાં ગયા છો, છતાં ગુણના આરોપથી મારા વિશુદ્ધ ચિત્તમાં સાક્ષાત્ બિરાજી રહ્યા છો. દૂર રહેલો પણ સૂર્યદર્પણમાં સંક્રાન્ત થઈને શું ઘર અજવાળતો નથી ?”
આ કુમારપાળની પ્રાર્થના છે. આટ-આટલું સામે હોવા છતાં ભગવાન આપણને કેમ દૂર લાગે છે?
* ગુપ્તમાં ગુપ્ત વાત, વેપારનું રહસ્ય, વેપારી ભલે બીજા કોઈને ન આપે, પણ પોતાના વિનીત પુત્રને તો જરૂર આપે જ. આપણે પ્રભુના વિનીત પુત્ર થઈ જઈએ તો? આજ્ઞાપાલક થઈ જઈએ તો? ભગવાનના ખજાનાના માલીક ન બની શકીએ?
* “અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલ વિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે.”
ભગવાન સૂર્ય બનીને હૃદયમંદિરમાં પધારે છે, ત્યારે આવા ઉદ્ગારો નીકળી શકે. કર્મ-વિવર એ જ બારી છે, ત્યાંથી જ પરમનું અજવાળું આપણા ઘટમાં આવી શકે છે.
* કઠોરતા હોય ત્યાં સુધી ચિત્ત વિશુદ્ધ નહિં બને. જે દિવસે કઠોરતા કરી હોય તે દિવસે ધ્યાન નહિં લાગે. અનુભવ કરી જોજો. અનુભવીઓને પૂછી જોજો.
માટે જ ધ્યાનમાતા પહેલાં ધર્મમાતા બતાવી.
અપ્રવચન માતા દ્વારા સર્વ જીવો પ્રત્યે કરૂણાભાવ જાગે, આત્મતુલ્ય ભાવ જાગે, પછી જ ચોથી ધ્યાન-માતા માટે યોગ્યતા પ્રગટે.
આત્મતુલ્યભાવ કરતાં પણ આસ્પેક્યભાવ બળવાન છે. ભગવાન સર્વ જીવોને આત્મતુલ્ય ભાવે જ નથી જોતા, સર્વ જીવો સાથે પોતાને એકરૂપે જુએ છે.
૩૦૮ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org