________________
તમારા એશ-આરામની અમે પ્રશંસા ન કરીએ. ઉદારતા-દાન આદિની જરૂર કરીએ. ‘‘જે કોઈ તારે નજરે ચડી આવે, કારજ તેહના સફળ કર્યા’’ભગવાનની નજરે ચડે તેના કાર્ય સિદ્ધ ન થાય, એ વાતમાં કોઈ માલ નથી.
ભક્ત તો કહેશે ઃ ભગવન્ ! તમે વીતરાગ થઈને છૂટી નહિ શકો, હું છોડવાનો જ નથી.
* ભગવાનનો સંઘ આવો કૃપણ અને તુચ્છ કેમ ? પંન્યાસજી મ. બહુ જ ચિંતિત રહેતા હતા. પરોપકાર, મૈત્રી, નમ્રતા આદિનો સંઘમાં સંચાર થાય તે માટે ખૂબજ
પ્રયત્નશીલ હતા.
,
મને પણ એક વાર કહ્યું : ‘તમને ધ્યાન-વિચાર પર લખતાં આવડે છે, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ પર લખતાં નથી આવડતું ? જીવોનો ઉપકાર યાદ નથી આવતો ? તમારો જન્મ ક્યારે ?'
મેં કહ્યું ઃ ‘વિ. સં. ૧૯૮૦માં’
“ઓહ ! તો તમારો દોષ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી લોકોના હૃદયમાંથી દયાભાવના ચાલી ગઈ. કાળ જ એવો ખતરનાક છે.’’ પૂં મહારાજે કહ્યું.
* ધર્મ વધારે વહાલો કે પ્રાણ ?
ત્રીજી દષ્ટિવાળાને ધર્મ વહાલો લાગે. ધર્મમાટે પ્રાણ પણ છોડવા તૈયાર થઈ જાય. પ્રાણ છોડવા તૈયાર થઈ જાય એ ધનનો તો આસાનીથી ત્યાગ કરવા તૈયાર થઈ જશે.
* ૩।। ક્રોડ શ્લોકના રચયિતા હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવન્ ! હું આપની પાસે પશુથી પણ પશુ છું, જ્યારે આપણે થોડુંક જાણી લઈને ધરતીથી અદ્ધર ચાલવા લાગીએ છીએ.
* મૈત્રી અંગે વિવાદ થયો ત્યારે પંન્યાસજી મહારાજે એ માટે ઢગલાબંધ પાઠો આપ્યા, પણ ચર્ચા ન કરી, વિવાદ ન કર્યો. મારી મૈત્રીની વાતથી જ જો અમૈત્રી થતી હોય તો એ પણ ન જોઈએ, પંન્યાસજી મ. પરમ મધ્યસ્થતા તરફ ચાલ્યા ગયા.
પ્રભુમાં ગુણ, પુણ્ય આદિનો પ્રકર્ષ રહેલો છે. આથી જ તેઓ અચિત્ત્વ શક્તિના સ્વામી બનેલા છે.
નિર્મળ પ્રજ્ઞાવાળાને જ આ સમજાશે.
પંચસૂત્રની આ વાત ‘ગચિંત્ત સત્તિનુત્તા હિ તે માવંતો' નિર્મળ બુદ્ધિવાળાને જ સમજાશે. ભગવાનની અચિત્ત્વ શક્તિ જાણવા એવી દૃષ્ટિ ખુલવી જોઈએ.
૩૦૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org