________________
* આનંદ છે, અત્યારે આપણે ભગવાનના વચનોનો, સાથે મળીને સ્વાધ્યાય કરીએ છીએ.
જિનવચન આજ સુધી આપણને નથી મળ્યું. મળ્યું હશે તો ફળ્યું નહિ હોય. જિનવચનમાં આદર જાગી જાય તો કામ થઈ જાય. જુઓ અજિત શાન્તિ શું કહે છે ? ખડ઼ ડ઼છંદ પરમ-યં...
अहवा कित्तिं सुवित्थडं भुवणे,
तालुक्कुद्धरणे,
ભા. વ. ૧૨, સવારે, તા. ૬-૧૦-૯૯
जिणवयणे आयरं कुणह.
જો તમે મોક્ષ કે સર્વવ્યાપી કીર્તિ ઈચ્છતા હો તો, ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનમાં આદર કરો.
* નવકારમાં શું તાકાત છે ? નવકાર ગણ્યો એટલે વજ્રના પાંજરામાં તમે બેસી ગયા. પતી ગયું. હવે કોઈનોય ભય નહિ.
* જિન-વચન હૃદયમાં પરિણામ પામે તે સ્તુતિ-સ્તોત્રનું ફળ છે.
* ‘નામ ગ્રહંતા આવી મિલે મન ભીતર ભગવાન’ આમ કહેતા ઉપાધ્યાય માનવિજયજીના હૃદયમાં ભગવાન આવી શકે તો આપણા હૃદયમાં કેમ ન આવી શકે ? આ મહાપુરૂષોના વચનોમાં વિશ્વાસ તો છે ને ? એ વચન પર વિશ્વાસ રાખીને સાધનાના માર્ગે આગળ વધશો તો માનવિજયજીની જેમ તમને પણ આવો અનુભવ થશે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૩૦૩
www.jainelibrary.org