________________
છે, માત્ર ભગવાનની પ્રીતિ જ નિર્મળ છે.
* ઉપરજવાના પગથિયામાંથી કયું પગથિયું મહત્ત્વપૂર્ણ? બધા જ ! તેમ સાધનાના બધા જ સોપાનો મહપૂર્ણ છે.
પગથિયામાં વચ્ચે વધુ વખત ઉભી ન શકાય, પાછળથી આવનારા ધક્કા મારશે. આપણે અત્યારે વચ્ચે છીએ. ‘પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજી અર્થે જાવું.' ચૌદ રાજલોકમાં વચ્ચે છીએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં વચ્ચે છીએ. ૧૪ ગુણઠાણામાં વચ્ચે છીએ. (અત્યારે વધુમાં વધુ સાતમા ગુણકાણે પહોંચી શકીએ.) પણ વચ્ચે વધારે વખત ન રહી શકાય. આપણી પાછળ અનંતા જીવો ઉભા છે, જો આપણે આગળ નહીં જઈએ તો પાછળ ધકેલાવું પડશે, નિગોદમાં જવું પડશે. કેમ કે ત્રસદાયમાં બે હજાર સાગરોપમથી વધારે ન રહી શકાય,
* જ્ઞાન બે પ્રકારનું ઃ સુખભાવિત અને દુઃખભાવિત.
સુખભાવિત જ્ઞાન, સુખભાવિત ધર્મ થોડુંક જ કષ્ટ આવતાં નષ્ટ થઈ જાય છે. દુઃખભાવિત ધર્મ કષ્ટો વચ્ચે પણ અડીખમ રહે છે. માટે જ પરમ કરૂણાનિધાન ભગવાન મહાવીરદેવે લોચ, વિહાર, ભિક્ષાચર્યા, ૨૨ પરિષ્ઠ ઈત્યાદિ કષ્ટો બતાવ્યા છે. નહિ તો કરૂણાશીલ ભગવાન આવું કેમ બતાવે ?
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૨૯૫ www.jainelibrary.org