________________
J૪, ૨૯-૭-૯૯, અ. વદ. ૧
* પૂર્વ જન્મમાં કરુણાને ખૂબ જ ભાવિત બનાવી હોવાથી ભગવાન સ્વયં કરુણાવંત છે તથા તેમનો ધર્મ પણ કરુણામય છે. મેઘરથ રાજા કબૂતર બચાવવા પ્રાણ આપવા તૈયાર થઈ ગયેલા. પોતાના આત્મા કરતાં પણ બીજાને વધુ ગણવા ‘આત્મવત્ સર્વભૂતેષુ થી પણ મૂકી ઉંચેરી આ દષ્ટિ છે. મંત્રી વગેરે ના પાડે છે, છતાં મહારાજ સ્વ નિર્ણયથી ચલિત ન થયા. કરુણા ના પાડે છે, શરણાગતનું ગમે તે ભોગે રક્ષણ કરવું, એમ કરુણા એમને શીખવે છે.
1
શાન્તિનાથ ભ.નો આ પૂર્વનો ત્રીજો ભવ છે. તે જ ભવમાં આવી કરુણાથી એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું.
આચારાંગ સૂત્ર કરુણાનું ઝરણું છે.
ગોવિંદ પંડિતે જૈનદર્શનનું ખંડન કરવું હોય તો દીક્ષા લઈને અભ્યાસ કરવો પડે, એવા આશયથી દીક્ષા લીધેલી, પણ આચારાંગ સૂત્ર વાંચતાં હૃદય પલટાયેલું. પછી સાચી દીક્ષા સ્વીકારી.
* શાસ્ત્ર બીજાની પરીક્ષા માટે નથી, સ્વના નિરીક્ષણ માટે છે. બીજાના દોષો જોયા કરશો તો શાસ્ત્ર તમારા માટે શસ્ત્ર છે.
* મારું સ્વાસ્થ્ય ભલે બરાબર ન હોય, પણ વાચનાદિથી ઉલ્ટું વધુ સ્ફૂર્તિમય રહે છે. તમે ગ્રહણ કરજો અને પછી જીવનમાં ઉતારી વિનિયોગ કરજો. કંસ નહિ
બનતા.
આપણી જ્ઞાન સંપત્તિ – અધ્યાત્મ સંપત્તિ જો આપણે બીજામાં વહેંચીશું નહિ તો
.
કહે કલાપૂર્ણસૂરિ
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org