________________
તોય મન ખાવામાં જ હોય.
જ
આ જ અર્થમાં ભરત ચક્રીને વૈરાગી કહ્યા છે.
‘મનહી મેં વૈરાગી ભરતજી...’
તીર્થંકરો ગૃહસ્થપણામાં લગ્ન કે યુદ્ધમાં પણ કર્મ બાંધે નહિ, પણ કાપે. ગૃહસ્થ જીવનમાં કર્મ કપાય છતાં શાન્તિનાથ આદિએ ચારિત્રની પસંદગી કરી પખંડની ઋદ્ધિનો ત્યાગ કરી સર્વવિરતિ સ્વીકારી.
રાજમાર્ગ આ જ છે. આ રાજમાર્ગ જ જગતના જીવોને બતાવવાનો છે. પ્રશ્ન ઃ ઉપવાસમાં ચોલપટ્ટો પછી પડિલેહણ કરવામાં આવે.
વાપરેલું હોય તો ચોલપટ્ટો પ્રથમ પડિલેહવામાં આવે, તેનું કારણ શું ? ઉત્તર ઃ વાપરતાં કોઈ સંનિધિ થયેલી હોય તો ધોઈ શકાય માટે.
* આજે કે કાલે, જ્યારે પણ મોક્ષ જોઈતો હોય ત્યારે સમતાનો આદર કરજો. જો આમ જ હોય તો સમતાની સાધના આજથી જ શરૂ કેમ ન કરવી ? સમતા લાવવી હોય તો મમતા કાઢવી પડશે. કોઈપણ ગુણ જોઈતો હશે તો તેનાથી વિરુદ્ધ દુર્ગુણ કાઢવો જ પડશે. દુર્ગુણ કાઢો એટલે સદ્ગુણ હાજર જ છે, એમ માનો. કચરો કાઢો એટલે સ્વચ્છતા ઓરડામાં પોતાની મેળે જ આવી જશે.
,,
* સંયમ જીવન સ્વીકાર્યા પછી જો અહંકાર મમકાર દૂર ન થઈ શકે તો સાધના શી રીતે થઈ શકશે ? સાધનાના વિઘાતક પરિબળો આ જ છે. આ જ ગ્રન્થિ છે, ગાંઠ છે, રાગ – દ્વેષની તીવ્ર ગાંઠ. મમકાર રાગ અને અહંકાર દ્વેષનું પ્રતિક છે.
એ ગાંઠને વીંધ્યા વિના સમ્યગ્દર્શન મળી શકે નહિ.
ગ્રન્થિની નજીક લાવનાર ચાર દૃષ્ટિઓ છે, મિત્રા, તારા, બલા, દીપ્રા.
ગૃહસ્થને ધન વિના ન ચાલે, સતત તે માટે ઉદ્યમ કરતા જ રહે, તેમ સાધુને જ્ઞાન વિના ન ચાલે, સતત સ્વાધ્યાય કરતા જ રહે. ગૃહસ્થને કેટલું ધન મળે તો તૃપ્તિ થાય?
ગૃહસ્થને ધનમાં તૃપ્તિ ન હોય તેમ સાધુને જ્ઞાનમાં તૃપ્તિ ન હોય. એ માટે એ સતત પ્રયત્નશીલ હોય.
અવિદ્યા – અજ્ઞાન – મિથ્યાત્વ એક છે.
વિદ્યા – જ્ઞાન – સમ્યગ્દર્શન એક છે. આ પર્યાયવાચી શબ્દો છે. હમણાં બહેનોએ
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૨૬૧
www.jainelibrary.org