________________
માંગીએ નહિ ત્યાં સુધી મળે નહીં.
પોતાની ઉણપ દેખાય તે જ અહંકારથી શૂન્ય બની શકે. અહંકારથી શૂન્ય બને તે જ અહથી પૂર્ણ બને.
પ્રભુ પાસે માંગીએ તો મળે જ મળે. પણ માંગીએ જ નહિતો. પ્રશ્ન: પ્રભુ તો મા છે. મા તો વગર માગ્યે પણ પીરસે, તો પ્રભુ કેમ આપતા નથી? ઉત્તર: મા વગર માંગ્યે બાળકને આપે તે સાચું, પણ બાળકની ઉંમર પ્રમાણે આપે, સ્તનપાન કરનાર બાળકને મા કાંઈ દૂધપાક ન આપે. નાનકડા બાળકને મા કાંઈ લાડવા ન આપે. આપે તો બાળકને નુકશાન ન થાય. પ્રભુ આપણી યોગ્યતા પ્રમાણે આપી જ રહ્યા છે. યોગ્યતા વધતી જશે તેમ પ્રભુ પાસેથી વધુને વધુ મળતું જ જશે. તો પછી માંગવાની શી જરૂર છે? યોગ્યતા જ વધારતા રહેવું ને? એવો તમે પ્રશ્ન કરી શકો છો, પણ મારી વાત બરાબર સાંભળી લો. પ્રભુ પાસે દીન-હીન બનીને યાચના કરવાથી જ યોગ્યતા વધે છે. યોગ્યતા કેળવવાની સૌથી ઉત્કૃષ્ટ રીત આ છે દીન, હીન, અનાથ અને નિરાધાર બનીપ્રભુસમક્ષ યાચના કરવી. અહંકારથી અક્કડબનીને નહિ, નમસ્કારથી નમ્ર બનીને પ્રભુ પાસે યાચના કરવાની છે. નમ્ર જ ગુણોથી ભરાય છે, અક્કડ નહિ. સરોવર જ પાણીથી ભરાય છે, અક્કડ પહાડ નહી.
* પ્રભુનું નામ સુખ આપે. શી રીતે ? પ્રભુનાનામમાં પ્રભુના ગુણો અને પ્રભુની શક્તિ છુપાયેલા છે, જ્યારે આપણે તેના દ્વારા પ્રભુ સાથે એકાકારબની જઈએ છીએ ત્યારે પ્રભુના ગુણો અને શક્તિઓનું આપણામાં અવતરણ થાય છે. ફૂલની સુગંધ તેલમાં આવે તેમ પ્રભુ ગુણોની સુગંધ આપણામાં આવવા લાગે છે.
અત્તરની સુગંધ રૂમાં ભરીને ફરનારા તમે પ્રભુ-નામ દ્વારા પ્રભુ-ગુણો સંક્રાન્ત કરી શકાય, એટલી વાત નહિ સમજો?
૪ નાનપણથી જ મને પ્રભુ-ભક્તિ ખૂબ જ ગમે, કેટલીકવાર તો પ્રભુભક્તિમાં ૪-૫ કલાકો વીતી જાય, જમવા માટે બોલાવવા આવવું પડે એવું પણ બનતું.
એકવાર તમે ભક્તિનો આનંદ માણશો તો વારંવાર એ મેળવવા લલચાશો.
* બુદ્ધિમાં અહંકાર જ્ઞાનનું અજીર્ણ છે. અહંકાર દ્વારા જ્ઞાનના અજીર્ણને જાણી શકાય. નમ્રતા દ્વારા જ્ઞાનામૃત પચ્યું છે એમ જાણી શકાય.
પ્રભુ મહાદાનવીર છે. માંગીએ તે આપવા તૈયાર છે પણ આપણે જ માગી શકતા
૨૭૦ -
કલાપણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jattelitary.org