________________
समीपस्थोऽपि दूरस्थो, यो न यस्य हृदि स्थितः ।।
ગોશાળી ભગવાનની નજીક હતો, સામે ચડીને શિષ્ય તરીકે રહ્યો હતો, છતાં દૂર જ હતો. કારણ બહુમાન નહોતું. સુલસા, ચંદના વગેરે દૂર હતા, નિર્વાણસમયે ગૌતમ સ્વામી દૂર હતા, છતાં નજીક કહેવાય. કારણ કે હૃદયમાં બહુમાન હતું.
ટ્રીન..ટ્રીન ટ્રીન.. ઘંટડી વારંવારવાગે એટલેફોન તમારે ઉપાડવોજ પડે. “નમો અરિહંતાણે... નમો અરિહંતાણં' રૂપી ઘંટડી સતત વગાડતા જ રહો. ભગવાન આપણો ફોન ક્યારેક તો ઉપાડશે જ. હા...એ માટે અપાર ધૈર્ય જોઈએ. (બધાને નવ લાખ જાપ માટે રોજ પાંચ બાધી નવકારવાળીની બાધા અપાઈ)
તમારે ત્યાં બે-ચાર વાર ઘંટડી વાગે ને તમે ફોન ઉપાડો છો. નવલાખ વાર તમારી ઘંટડી પ્રભુના દરબારમાં વાગશે તો ભગવાન તમારો ફોન નહિ ઉપાડે?
પ્રશનઃ વચ્ચે આયુષ્ય પૂરું થઈ ગયું તો ?
ઉત્તરઃ નવલાખની તમારી બાધા નહિ ભાંગે. આગામી ભવમાં તમને એવો જન્મ મળશે જ્યાં જન્મતાંની સાથે જ નવકાર મળશે. નવકાર ભવાંતરમાં પણ સાથે ચાલશે.
* સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરુ, જાણું તુમ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માંગું સ્વામી, એહિ જ છે મુજ કામજી.
“ભગવન્! ઓ ત્રણ લોકના નાથ! તમારા ગુણોનો વૈભવ હું જાણું છું. બીજું કાંઈ માંગતો નથી, બસ, આ ગુણો જ મારે જોઈએ છે. આનાથી જ મારે કામ છે.”
પૂ. દેવચન્દ્રજી મ.ની આ પ્રાર્થના, આપણી પ્રાર્થના બની જાય તો કેટલું સારું?
તારો હું પ્રેષ્ય, દાસ, સેવક, કિંકર છું. આપ માત્ર ‘હા’પાડો એટલે પત્યું. પૂ. હેમચન્દ્રસૂરિજીની આ પ્રાર્થના ભગવાનનો ખરો ભક્ત-કેવો હોય તે જણાવે છે.
પ્રશ્ન : કોઈક સ્થળે આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો આઠ નવકાર ગણીએ તો ત્રીજે ભવે મોક્ષ મળે. કોઈક સ્થલે નવકારના આંકડા જુદા જુદા આવે છે આમાં સાચું શું? ઉત્તર : જેટલો જેનો ખોરાક હોય તેટલો તેને અપાય. કોઈકનો ખોરાક દસ રોટલી હોય તો કોઈકનો બે રોટલી. મૂળ વાત પેટ ભરાવાની છે. મૂળ વાત તૃપ્તિની છે. જેટલા નવકારથી તમારું કલ્યાણ થાય તે બધા જ સ્વીકાર્ય. આમાં સંખ્યાનો કોઈ આગ્રહ નથી.
એકાદ નવકારથી પેલો સાપ ઘરણેન્દ્ર બની ગયો હતો. જ્યાં નવ લાખ નવકાર એ ગણવા ગયેલો? બધાની કક્ષા અલગ-અલગ, તેમ તેના માટે નવકારની સંખ્યા પણ અલગ-અલગ!
... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
૨૮૦ ... Jain Education International
For Private & Personal Use Only