________________
* નવકાર ગણનારને પૂછું છુંઆનાથી તમને ગુરૂ પર બહુમાન વધ્યું? ગુરૂદ્વારા તમને ભગવાન પર પ્રેમ વધ્યો?
* બે પ્રકાની ઉપાસના (૧) ઐશ્વર્યોપાસનાઃ પ્રભુના ઐશ્વર્યનું અને ગુણોનું ચિંતન. જ્ઞાનાતિશયાદિ ચાર અતિશયો, અપ્રાતિહાર્યાદિનું ચિંતન,
કોઈ મોટા શેઠ કે નેતા સાથે સંબંધ બાંધવાનું તમને ગમે ને? પણ ભગવાનથી મોટા ઐશ્વર્યવાળા બીજા કોણ છે? તો પછી પ્રભુ સાથે જ સંબંધ બાંધોને?
પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવા જેવો નથી? (૨) માધુર્યોપાસના પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવો એ જ માધુર્યોપાસના!
* અરવિંદ મિલનું કાપડ ક્યાંયથી પણ લો, એ જ હશે! સારૂં - શ્રેષ્ઠ ક્યાંયથી પણ મળે, એ પ્રભુનું જ છે. ચાહે એ કોઈપણ દર્શનમાં હોય!
* ઘણીવાર મને થાયઃ આ બધા વક્તાઓની સામે મારે શું બોલવું? બધો માલ ખૂટી ગયો. ભગવાન પાસે જઈને પોકારૂં! ભગવાન પાસે પ્રાર્થના કરતાં જ બધું જુનું પં. ભદ્રંકરવિજયજી પાસેથી સાંભળેલું યાદ આવી જાય. આજે જ ઘણું બધું યાદ આવી ગયું.
હું અહીં એટલા માટે સૂત્રાત્મક બોલવા પ્રયત્ન કરું છું કારણકે અહીં ઘણાં એવા વિદ્વાન વક્તા, મુનિઓ, સાધ્વીઓ બેઠેલા છે જે ઘણાંને પહોંચાડી શકશે. 'लोकोत्तमो निष्पत्तिमस्त्वमेव' त्वं शाश्वतं मङगलमप्यधीश ।
त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ।। અરિહંત લોકોત્તમ છે, અપ્રતિમ છે.
સિદ્ધો પણ કહેઃ ના ભઈ, અમને મુખ્ય નહિ બનાવતા, અમને અહિ પહોંચાડનાર અરિહંતો છે, અમારામાં લોકોત્તમતા અરિહંતના કારણે આવી છે. વારિતોમા. માં ભલે સિદ્ધોનું સ્થાન છે, પણ એ ચારેયમાં મુખ્યતો અરિહંત જ ને? સિદ્ધચક્રમાં, નવપદમાં કે બીજે બધે જ અરિહંત જ મુખ્ય છે.
ઈ પહેલાં કે મરઘી ? (આવો પ્રશ્ન ભગવતીમાં છે.) ભગવાન કહે છે : બન્ને અનાદિથી છે કોઈ પહેલું નહિ, કોઈ પછીનું નહિ. તેમ અરિહંત અને સિદ્ધ પણ અનાદિથી છે. તો. માં ચોથી પંક્તિ રહસ્યપૂર્ણ છે “
સિર્ષ ર્ણમ ત્વમેવ બાકીના ત્રણ મંગળ (સિદ્ધઋષિ+ધર્મ) આપ જ છો. ‘ઘારિ ગુત્તમ” માં અરિહંત
કહે કલાપૂર્ણસૂરિ ....
••• ૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org