________________
આપણે પંડિત બનીને જઈએ છીએ... મહાન બનીને જઈએ છીએ.
* ભુજથી હમણાં એક મુસ્લીમ મેજીસ્ટ્રેટ આવ્યો, એ ધ્યાન કરતો હતો, પણ જરા મૂંઝવણમાં હતો. જિજ્ઞાસુ હતો.
તેણે કહ્યું ઃ ‘ધ્યાન કરૂં છું.’
‘શાનું ?’
“નિરંજન-નિરાકારનું, અમારી પ્રણાલિકા પ્રમાણે, ધ્યાન કરૂં છું''
પણ વિક્ષેપો આવે છે, માર્ગદર્શન માગવા આવ્યો છું.
“મારૂં માનશોને ? ખરેખર ધ્યાનરુચિ હોય તો આકાર ધ્યાનથી શરૂ કરો.'' શંખેશ્વર પાર્શ્વનાથનો ફોટો આપીને કહ્યું, અહીંથી શરૂ કરો.
‘તત્કૃત્તિ’કહીને તેણે સ્વીકાર્યું.
એના જીવનમાં મદ્ય-માંસ આદિનો ત્યાગ હતો જ.
નવસારી – સીસોદરામાં દીક્ષા પ્રસંગ વખતે શાન્તિસ્નાત્રમાં જૈન મેજીસ્ટ્રેટ આવ્યો. જૈન હોવા છતાં અજૈનની સાધના કરે.
સાંજે પાંચ વાગે આવ્યો, કહ્યું : ગીતનો પાઠ કરૂં છું. કૃષ્ણને મેં ઈષ્ટદેવ બનાવ્યા છે.''
‘શું અનુભવ ર્યો ?’
‘‘આગળની ભૂમિકા પકડાતી નથી માર્ગદર્શન જોઈએ છે. આજ સુધી કોઈ ગુરૂ મળ્યા
નથી.’’
‘વિશ્વાસ છે મારી વાત પર ? કૃષ્ણનું ધ્યાન કરશો તો તમારી ચેતના કૃષ્ણમય બની જાય. નરસિંહ – મીરાં વગેરેને આ રીતે જ દર્શન થયેલા.’
‘મારે તો નિરંજન – નિરાકારના દર્શન કરવા છે.’
એના માટે તમારે સાકાર વીતરાગ પ્રભુનું ધ્યાન કરવું પડશે. સરાગીનું ધ્યાન તમને સરાગી બનાવશે.
यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्म विशुद्धये ।।
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
- યોગસાર.
... ૨૯૧
www.jainelibrary.org