________________
ભા. ત. ૧૦, સવા૨, તા. ૪-૧૦-૯૯
* વાંકીનો આ મંગલ પ્રસંગ ચેતનાનું ઉર્ધીકરણ કરવા માટે છે. ચેતનાના ઉર્વીકરણ તરફ રુચિ પેદા થાય તો પણ આપણું કામ થઇ ગયું સમજો.
* પં ભદ્રંકર વિ. મ. ના હૃદયમાં અપાર કરૂણા હતી. આવનાર જીવનું કલ્યાણ કરવા સતત મથતા રહેતા. નાનકડા બાળકને પણ નવકાર પ્રેમથી આપતા. એક વ્યક્તિને નવકાર ગણવા પા કલાક સમજાવેલું તે અમે જોયું છે. નવકાર પોતે જ એનામાં નિર્મળતા પેદા કરશે, યોગ્યતા પેદા કરશે, એમ તેમની દૃઢ શ્રદ્ધા હતી.
* નવકાર સૌ પ્રથમ અહંકાર પર કુઠારાઘાત કરે છે. મોહની ઈમારત અહં અને મન પર ઉભેલી છે. નવકાર આ પાયામાં જ સુરંગ ફોડે છે, મન પણ અહં ના કારણે જ છે. ‘અં’ એટલે શું ? ‘મમ’ એટલે ‘મારૂં’ !
‘હું’ જ નથી તો મારૂં ક્યાંથી થવાનું ? નવકારમંત્ર શીખવે છે ઃ ‘ન અહં’ ‘ન મમ’
:
આ પ્રતિમંત્ર જપો. મોહરાજા કાંઈ નહીં કરી શકે.
હું એટલે શરીર નહિ, પણ આત્મા.
હું એટલે અરિહંતનો સેવક. અરિહંતનો પરિવાર (ગુણ-સમૃદ્ધિ) તે મારા.
पू. પં. ભદ્રંકર વિ. મ. જ્ઞાનસારની પહેલાં યોગશાસ્ત્રના ૪ પ્રકાશ કરાવતા. સાધના હંમેશા ક્રમશઃ જ થઈ શકે. યોગશાસ્ત્ર ૪ પ્રકાશ વ્યવહાર પ્રધાન છે. જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. વ્યવહાર પ્રધાન બન્યા પછી જ નિશ્ચયપ્રધાન બની શકાય. તળાવમાં
૨૮૮...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org