________________
સિવાયના બાકીના ત્રણ લોકોત્તમો આમાં આવી ગયાને ?
ભગવાન સાથે સંબંધ બાંધવાની કળાથી માધુર્યોપાસના થશે. દુનિયા સાથે સંબંધ બાંધતાં શીખ્યા છીએ, પણ ભગવાન સાથે નહિ.
त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरुः परः ।
प्राणाः स्वर्गेऽपवर्गश्च सत्त्वं तत्त्वं गतिमतिः ।।
"
બીજાને કહેવા માટે આ બધું યાદ નહિ રાખતા, પણ ભગવાનને માતા-પિતાનેતા, દેવ વગેરે ગણીને તેમની સાથે તમે સ્વયંસંબંધ બાંધજો. આ બધું જીવનમાં ઉતારજો.
* તમને ભગવાન પર વિશ્વાસ નથી ? મને છે.
મને તો વિશ્વાસ છે કે ભગવાન મારૂં બધું સંભાળી લેશે. એ જ બધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તક જોવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. આવા મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું ? મૈત્રીની વાતો કરનારો હું, અહીં મૈત્રી ન રાખું ? ખાલી બોલું જ ?
? ઉપયોગો લક્ષળમ્ – જ્ઞાનમાતામાટે વર્ણમાળા
૨ પરસ્પરોપપ્રદો નીવાનામ્ - પુણ્યમાતામાટે નવકાર રૂ નુખપર્યાયવ૬ દ્વવ્યમ્ - ધર્મમાતામાટે અષ્ટપ્રવચનમાતા ૪ ઉત્પાયશ્રીવયુń સદ્ - ધ્યાનમાતા માટે ત્રિપદી. તત્ત્વાર્થના આ ચારેય સૂત્રો, ચારેય માતાઓને દઢ બનાવનારા છે.
પં ભદ્રંકર વિ. નો છેલ્લો પત્ર પિંડવાડાથી આવેલો, એમાં લખેલું : અસહ્ય વેદનાથી બીજું બધું ભૂલાઈ જાય છે, પણ ‘ઉપયોગો નક્ષળમ્’નું ચિંતન ચાલુ છે. એ પત્ર સંભાળીને રાખેલો છે. આજે પણ અમારી પાસે છે.
પં. ભદ્રંકરવિ. કહેતા : તમે મારા ઉપકારી છો. નહિ તો હું કોને આ બધું કહેત ? ભગવાન કહે છે ઃ જીવો બધા મારા ઉપકારી છે, નહિ તો હું કોના પર કરૂણા ભાવના ભાવત ? કોની સાથે એકતા કરત ?
ઘણી ભીડ થઈ જાય, હું અકળાઈ જાઉં ત્યારે, પં ભદ્રંકર વિ.મ. યાદ આવે.
વજ્રસેન વિ. કોઈક દર્શનાર્થીને રવાના કરે, (સાહેબજીને તકલીફ ન પડે એ આશયથી)ને એમને ખબર પડે તો ઉધડો લઈ લે. રવાનો ર્યો કેમ ? આવી અમૈત્રી ? ભગવાને એમને અહીં મોકલ્યા અને તું તેમને અહીંથી બહાર ધકેલે છે ?
આ યાદ આવી જાય ને હું તરત જ તૈયાર થઈ જાઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પર્ણ હજાર-હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે.
૨૮૪ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org