________________
* અનંતકાળના ભ્રમણમાં આવા વીતરાગ ભગવાન કદી મળ્યા નથી. મળ્યા છે તો શ્રદ્ધા કરી નથી, ભક્તિ નથી કરી, ભક્તિની પરાકાષ્ઠાએ નથી પહોંચ્યા, એ વાત નક્કી છે.
ભા. વ. ૮, બપોર, તા. ૨-૧૦-૯૯
ભગવાન તો નિર્વાણ પામ્યા. તો મળ્યા શી રીતે કહેવાય ? એમની વાણી દ્વારા, એમની મૂર્તિ દ્વારા, અત્યારે ભગવાન આપણને મળ્યા છે. જેમ પત્ર દ્વારા કોઈ પ્રિય વ્યક્તિ મળે તેમ.
આગમ ભગવાનનો પત્ર છે. એમણે એ પત્ર ગણધરો પાસેથી લખાવ્યો છે. પુષ્કરાવર્ત મેઘની જેમ ભગવાન વરસ્યા છે. ભગવાને ફ્લોનો વરસાદ વરસાવ્યો છે. ગણધરોએ એની માળા ગુંથી છે. એ માળા તે જ આગમ !
પત્ર ભલે ટપાલીએ આપ્યો, પણ છે કોનો ? પ્રેમ ટપાલી પર નહીં, પત્રલખનાર પર થાય. અમે તો ટપાલી છીએ.
શશીકાન્તભાઈ ઃ અમને તો ટપાલી પર પ્રેમ છે.
:
ઉત્તર ઃ અમે એવા ટપાલી છીએ કે લાવીએ ખરા, પણ પહોંચાડી નથી શકતા.
* ભાવાવેશ અને ધ્યાનાવેશમાં સ્થળ + કાળ ભૂલાઈ જાય છે. તમને અહીં તમારૂં ગામ, તારીખ વગેરે કાંઈ યાદ આવે છે ?
ભાવાવેશ અને ધ્યાનાવેશ ભક્તિથી મળે છે.
‘ભગવન્’ ! આપ કેમ ઢીલ કરો છો આપવામાં ? હું ઉતાવળો છું. તમે ધીમા છો. આમ કેમ ચાલશે ? એમ ભક્ત કહે છે.
૨૭૮ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org