________________
* શશીકાન્તભાઈ : આપની સાથે મોક્ષમાં જવાનો સંકલ્પ છે.
ઉત્તર ઃ સાથે શા માટે ? મારાથી પણ પહેલા જાવ. પૂ. હેમચન્દ્રસૂરિજીએ કુમારપાળને પોતાનાથી પહેલાં મોક્ષમાં મોકલ્યા.
પણ, મોક્ષ વખતે જ સાથ કેમ ઈચ્છો છો ? અત્યારે જ સાથ લઈ લો ને ? કોણ ના પાડે છે ?
સાધુતા વિના સિદ્ધિ નથી એ તો જાણો છો ને ? સાધુ બન્યા વિના સિદ્ધ શી રીતે બનાશે ?
× આરાધના – સાધના સારી થઈ છે, તે શી રીતે જાણી શકાય ? મનની પ્રસન્નતાથી. પ્રસન્નતા વધે તે સાચી સાધના.
* પં. ભદ્રંકર વિ. ને ‘ધ્યાનવિચાર’ નામનો અલભ્ય ગ્રંથ સ્વજન્મભૂમિ પાટણમાં જ મળ્યો. પં ભદ્રંકર વિ., અમૃતભાઈ કાળીદાસ વગેરેએ સાથે મળીને તે ‘નમસ્કાર સ્વાધ્યાય’ ગ્રન્થમાં પ્રકાશિત કર્યો.
‘ધ્યાનવિચાર’ ગ્રન્થ પ્રકાશિત કરીને પં. મ.સા. એ ખૂબ જ ઉપકાર કર્યો છે. ‘નવ રહૃસ્ય’નામનું અજૈન સંન્યાસી પ્રત્યેકાનંદ સ્વામી રચિત પુસ્તક પં. ભદ્રંકર વિ. એ મને આપેલું. જેનેતરોએ પણ જપયોગ અંગે ઘણું લખ્યું છે. ઘણાં રહસ્યો બતાવ્યા છે. તે એ પુસ્તકથી સમજાય છે.
વર્ણમાતા : જ્ઞાનની જનની
નવકાર માતા ઃ પુણ્યની જનની
અષ્ટ પ્રવચન માતા ઃ ધર્મની જનની
ત્રિપદી માતા : ધ્યાનની જનની છે.
ચારે ય માતા મળીને આપણને પરમાત્માના ખોળામાં મૂકી દે. માતાએ તૈયાર કરીને તમને પિતાને સોંપ્યા,
પિતાએ શિક્ષકને સોંપ્યા, પછી ગુરૂને સોંપ્યા, ગુરૂએ ભગવાનને ને ભગવાને સર્વજીવોને સોંપ્યા આમ તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયા, તેના મૂળમાં માતા છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
:
૨૭૭
www.jainelibrary.org