________________
પડી
િ વાર
ભા. વ. ૮, સવાર, તા. ૨-૧૦-૯૯
પ્રભુના નામો અનંત છે. કારણકે ગુણો અનંત છે, શક્તિઓ અનંત છે. એકેક નામ એકેક ગુણ અને શક્તિનો પરિચાયક છે.
પૂ. આનંદઘનજી કહે છેઃ એમ અનેક અભિધા (નામ) ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર.
* જીભ આપણી વિચિત્ર છે, એને ખાવા મીઠું જોઈએ, પણ બોલવા કડવું જોઇએ. સુભાષિતકાર કહે છે: 'शोभा नराणां प्रियसत्यवाणी' મનુષ્યની શોભા રૂપકે ઘરેણાથી નહીં, સત્ય અને મધુર વાણીથી છે.
કોઈપણ માણસ વાણીથી ઓળખાય. ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે પિછાણ્યા? વાણીથી
| પ્રિય અને સત્ય વાણી બોલવી તે એક પ્રકારની સરસ્વતીની આરાધના છે. કડવી અને અસત્ય વાણી બોલવી તે સરસ્વતીનું અપમાન છે.
વાણીના ચાર પ્રકારઃ વખરીઃ આપણે ઉચ્ચાર કરીએ છીએ તે. વૈખરી વાણી આમ સ્થૂલ કહેવાય, પણ બીજી અપેક્ષાએ બધી વાણીનું એ મૂળ છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
. ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org