________________
નથી. એવા કંગાળ છીએ કે શુદ્ધ અને તુચ્છ સિવાય બીજું કશું માંગતા શીખ્યા જ નથી.
જેમને પ્રભુ પાસેથી મળ્યું છે તેમણે ગાયું છેઃ “ગઈ દીનતા અબ સબહી હમારી પ્રભુ તુજ સમકિત - દાન મેં આતમ અનુભવ - રસ કે આગે આવત નહીં કોઉ માન મેં..” પ્રભુ એવું આપે છે કે જેથી દીનતા - તુચ્છતા વગેરે ઉભી પૂંછડીએ ભાગી છૂટે છે.
* પૂના શોટિસમં સ્તોત્રમ્ એનો અર્થ એ નથી કે સ્તોત્ર બોલી દઈએ તો પૂજા આવી ગઈ. કારણ પૂજાથી સ્તોત્ર ચડિયાતું છે. એનું રહસ્ય એ છે કે ક્રોડીવાર પૂજા કરશો ત્યારે સાચું સ્તોત્ર બોલી શકશો. ક્રોડીવાર સ્તોત્રો બોલતા રહેશો ત્યારે જાપ માટેની યોગ્યતા મેળવી શકશો. ક્રોડોવાર જાપ કરશો ત્યારે ધ્યાન લાગી શકશે અને ક્રોડીવાર ધ્યાન કરશો ત્યારે લયની ભૂમિકા સુધી પહોંચી શકશો.
પં. ભદ્રંકર વિજયજી કેટલી ઉંચી કક્ષાના સાધક હતા? છતાં તેમણે પ્રતિક્રમણાદિ આવશ્યકોનો ત્યાગ નથી ક્ય. શા માટે? એમને એમાં પણ ધ્યાનની જ પુષ્ટિ દેખાઈ. સાચો ધ્યાની પ્રતિક્રમણાદિથી તો દયાનને પુષ્ટ બનાવે જ, પણ આહાર, વિહારાદિથી પણ ધ્યાનને પુષ્ટ બનાવે.
કહે કલાપૂર્ણસૂરિ ...
••• ૨૭૧
Jair-Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org