________________
પૂછયું: સમ્યગ્દર્શનની નજીક શી રીતે જવાય? જવાબઃ સમ્યગ્દર્શનની પૂર્વ ભૂમિકારૂપે ચાર દષ્ટિઓ છે. જેમ જેમ દૃષ્ટિમાં વિકાસ થતો જાય તેમ તેમ સમ્યગ્દર્શનની નજીક જતા જઈએ. સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાઓ જાણવા આ યોગદૃષ્ટિઓ ખાસ વાંચવા – સમજવા જેવી છે.
* પ્રદર્શક અને પ્રવર્તક બે પ્રકારના આ જ્ઞાનમાં પ્રદર્શક જ્ઞાન બોજરૂપ છે. ગધેડા પર ચંદનના ભાર જેવું છે. જીવનને બદલાવી દે એ જ સાચું જ્ઞાન, પ્રવર્તક જ્ઞાન!
* મિત્રાદષ્ટિનું પ્રથમ જ લક્ષણ આ છે શત્ન ચિત્તમ્ ' અત્યાર સુધી પ્રેમનો પ્રવાહ જે કંચન અને કામિની પ્રત્યે હતો તે હવે ભગવાન પરવહેવા માંડે છે.
નિષ કુશને વિમ્ , મન, તમારે કવ - વચન; પ્રામાદિ ર સંશુદ્ધમ, - કાયા, ચોવીનમનુત્તમમ્ ! આ મિત્રાદષ્ટિના લક્ષણો છે.
સંજ્ઞાથી પ્રેરાઈને જો કોઈ ભક્તિ કરતો હોય તો તે યોગબીજ ન કહેવાય. ગુણ બે પ્રકારના : એક દેખાવ ખાતરના, બીજા હૃદયના, વાસ્તવિક. ૩પથિયાડત્યન્તસંજ્ઞાવિમાન્વિતમ્ પત્નમન્જિહિતમ્ ભક્તિ હોય ત્યાં વૈરાગ્ય હોય. સંસારના વિષયો વિષ્ઠા જેવા લાગે. આ પહેલી દૃષ્ટિના ગુણો છે. તે ગુણોનો વિકાસ ઉત્તરોત્તર વધતો જાય. દૃષ્ટિ એટલે શ્રદ્ધાયુક્ત જ્ઞાન. જ્ઞાન પ્રકાશરૂપ છે, જેનાથી જીવન આલોકિત થાય છે.
પ્રથમદૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ તણખલાના અગ્નિ જેવો કહ્યો છે, જે સળગીને તરત જ શાંત થઈ જાય.
પ્રથમ દૃષ્ટિમાં ક્યારેક આત્મિક આનંદની ઝલક આવે છે, પણ એ વધુ ટકતી નથી. ઝલક આવે છે ને વીજળીવેગે ચાલી જાય છે. ભલે એ ચાલી જાય, પણ અંદર ફરી એ મેળવવા અદમ્ય લાલસામૂકતી જાય છે. પછી એ આનંદને શોધવા સાધક ખોજી બને છે. ભિન્ન-ભિન્ન મતોને તટસ્થભાવે અવલોકે છે.
ત્યારપછી ૪થી દષ્ટિમાં ગુરુનો અનુગ્રહ વર્ણવતાં કહ્યું છેઃ “ગુમમિન, તીર્થદર્શનમતમ્ ”
પ્રભુદર્શન અહીં ગુરુ દ્વારા મળી શકે; ભલે આ ક્ષેત્ર-કાળમાં ભગવાન ન હોય.
જગતના જીવો કંચન – કામિનીના દર્શનમાં એટલા ગળાડૂબ ડૂબેલા છે કે ભગવાનના દર્શનની કદી યાદ જ નથી આવતી.
આવા લોકો કહેઃ મિત્રસાર-સંસારે, સારં સાત્નિોરના ૨૬૨ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org