________________
મુખ્ય તો સામાયિકનો જ પાઠ છે. એ પ્રતિજ્ઞામાં સર્વ પ્રતિજ્ઞા આવી જ ગઈ, પણ વડી દીક્ષા વખતે વિશેષ મહાવ્રત એટલા માટે પણ ઉચ્ચારવામાં આવે છે કે તેટલા ગાળા દરમ્યાન શિષ્યની બરાબર પરીક્ષા થઈ શકે. જો કાંઈ એવું જણાય તો વાતો પણ કરી શકાય.
પૂ. કનકસૂરિજીએ એક વ્યક્તિને દીક્ષા આપી. પછી ખ્યાલ આવ્યો અને માખી મારવાની ન જાય તેવી આદત છે. પૂ. બાપજી મ.ને પૂછાવ્યું: આનું શું કર્યું? પૂ બાપજી મ.એ લખ્યુંઃ રવાના કરવો. પછી તેને ઉત્પવ્રજિત કરવામાં આવ્યો.
* ૧૧મા ગુણઠાણે ચડેલા, ૧૪ પૂર્વી પણ અનંતા નિગોદમાં ગયા છે – એવું આપણને એટલા માટે કહેવામાં આવે છે. કે આપણી સંયમમાં સાવધાની વધે. પ્રમાદ વધારવા માટે આનો ઉપયોગ નથી કરવાનો.
“એમના જેવા મહાપુરુષો પણ નિગોદમાં જાય તો આપણી સાધના શી વિસાતમાં? મૂકો સાધના... કરો જલસા...!”
આવું ઉધું વિચારવા માટે આ નથી કહેવાયું
* મારો આત્મા ભારે છે કે લઘુ? એનો અનુભવ આપણને શી રીતે થાય? ધર્મ કરતાં આનંદ થવો જોઈએ. આનંદ થાય તો સમજવું હું હળુકર્મી છું. કંટાળો આવે તો સમજવું હું ભારેકર્મી છું.
* “મા રુષ મા તુષ” આ બે વાક્ય પણ જેમને નહોતા આવડતા એવા મુનિ કેવળજ્ઞાન કેમ પામી ગયા? તેઓ જાણતા હતા. મને ભલે નથી આવડતું, મારા ગુરુને તો આવડે છે ને? મારા ગુનું જ્ઞાન એ મારું જ જ્ઞાન છે. આવા સંપૂર્ણ સમર્પણથી જ તેઓ કેવળજ્ઞાન પામી શક્યા હતા.
પુત્ર પિતાની મિલ્કતનો વારસદાર બને, તો ભક્ત ભગવાનની મિલ્કતનો વારસદાર કેમ ન બને? તો શિષ્ય ગુરુની મિલ્કતનો વારસદાર કેમ ન બને?
ભક્ત એટલે ભાવિ ભગવાન! ભગવાને પોતાનું અંતરંગ ઐશ્વર્યભક્ત માટે જ અનામત રાખેલું છે.
se
૨૬૬ ... Jain Education International
rien niematonal
For Privato a Personal use only ****
... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only