________________
હ
મંગળ, ૨૧-૯-૯૯, ભા. સુદ-૧૧
વિધિપૂર્વક પાલન કરો તો સાધુધર્મ જલ્દીથી અને શ્રાવકધર્મ ધીમેથી મોક્ષ તરફ લઈ જાય છે. શ્રાવકધર્મ કટિકાગતિથી અને સાધુધર્મ વિહંગમગતિથી ચાલે છે.
વૃક્ષ પર કેરી ખાવા કીડી પણ ચડે, પોપટ પણ જાય, બન્ને વચ્ચે કેટલો ફરક?
ભૂખ તીવ્ર હોય તો કીટિકાગતિ છોડીને વિહંગમગતિ જીવ સ્ટેજે અપનાવે. આજે પાપના કાર્યોમાં વિહંગમગતિ નહિ, પણ પ્લેનની ગતિ છે, પણ ધર્મકાર્યોમાં કીડી જેવી ગતિ છે.
અતિચાર એટલે ચારિત્રજહાજમાં છિદ્રો! છિદ્રો ધ્યાનમાં આવ્યા પછી પૂરવામાં ન આવે તો જહાજ ડૂબી જાય. છિદ્રો પૂરવાના બદલે મોટા-મોટા છિદ્રો (અતિચારો) કરતા રહીએ તો શું થાય?
* શરીરમાં કોઈ ગુમડા કે ઘા પર જરૂર હોય તેટલું જ મલમ આપણે લગાડીએ છીએ, થપેડા નથી લગાડતા. તેમ ભોજન સમયે સાધુ જરૂર પ્રમાણે જ આહારલે. સારી ચીજ જોઈને વધુ ન લે
હા... આહાર વધી ગયો હોય ત્યારે લઈએ તો નિર્જરા થાય, સહાયતા કરી કહેવાય. કોઈક સાધુને રૂક્ષ આહારથી કે કોઈ સાધુને સ્નિગ્ધ આહારથી અનુકૂળ આવતું હોય છે. જે રીતે સંયમ-નિર્વાહ થાય તે રીતે વર્તવું.
સાધુ સર્ષની જેમ સ્વાદ લીધા વિના કોળીયો ઉતારે. પીપરમીંટની જેમ આહાર આમ તેમ મુખમાં ફેરવે નહિ.
૨૪૦ ---
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org