________________
આ રીતે રોગ પણ કર્મ – નિર્જરામાં સહાયક બને છે. કર્મો ભોગવવાનો ઉત્તમ અવસર છે, એમ માનીને આવેલા રોગોને વધાવી લેવા.
આપણને આવેલા રોગો એ આપણા જ કર્મોનું ફળ કે બીજા કોઈનું ફળ ? ‘કોઈએ આમ કરી નાખ્યું’ ઈત્યાદિ વાત પર વિશ્વાસ બેસે તો કર્મ સિદ્ધાન્ત પચ્યો નથી, એમ માનવું.
આપણા તેવા કર્મો ન હોય તો કોઈ કશું જ બગાડી શકે નહિ. બીજા માત્ર નિમિત્ત જ બને છે.
તીર્થંકરના કહ્યા પ્રમાણે ચાલનાર મુનિઓને આ જ ભવમાં લબ્ધિ – સિદ્ધિઓ પ્રગટે છે. એ લબ્ધિ – સિદ્ધિ વેડફી નાખવા માટે નથી. એનો અયોગ્ય પ્રયોગ નહિ કરવાની શક્તિ પણ સાથે મળે છે.
કેટલીકવાર પ્રશંસા ભારે પડી જતી હોય છે. તમારી પ્રશંસા બીજાની ઈર્ષ્યાનું કારણ બને અને તમારા માટે તે વિઘ્નરૂપ પણ બને. મહાવીરદેવની પ્રશંસા પેલો સંગમ ન સાંભળી શક્યો ને છ મહિના ભગવાનને હેરાન કર્યા. એવા કેટલાય ઉદાહરણ મળી આવશે.
* મહામુનિ મહારોગને પણ વિશિષ્ટ દ્રષ્ટિકોણથી કર્મ-નિર્જરાનો અવસર બનાવી
દે.
* ભગવાનનો માર્ગ માત્ર જાણવા સમજવા માટે નથી, જીવવા માટે છે. તો જ આપણે ગન્તવ્ય સ્થાને શીઘ્ર પહોંચી શકીશું.
રસ્તો જાણો પણ ડગલુંય તે તરફ ન ભરો તો તમે ઈષ્ટ સ્થાને પહોંચી શકો ? આપણે બધું જાણીએ, પણ કાંઈ જ કરવા તૈયાર ન થઈએ તો ઈષ્ટ સિદ્ધ થાય ?
ભગવાન નામાદિ ચારથી સર્વત્ર (સર્વ ક્ષેત્ર) સર્વદા (સર્વકાળે) સર્વજન પર ઉપકાર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિજી કહે છે. કોઈ કાળ એવો નથી, કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં પ્રભુનામ, પ્રભુ-મૂર્તિ ન હોય.
અમુક કાળમાં જ હોત તો ‘ક્ષેત્રે વ્હાને ચ સર્વસ્મિન્’ એમ ન લખત. પણ તમે જુઓ, ચારેય ગતિમાં જીવો સમ્યક્ત્વ પામે છે.
સમ્યક્ત્વ કઈ રીતે પામતા હશે ? ત્યાં પ્રભુનો ઉપકાર નહિ ?
* આજે જ ભગવતીમાં પાઠ આવ્યો ઃ ‘‘ગર્ભસ્થ જીવ નરકે પણ જઈ શકે સ્વર્ગે
૨૪૪ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org