________________
ધ્યાનના સાતત્યથી જ તે સિદ્ધ થઇ શકે.
ભક્તિ
ભગવાનની ભક્તિ ભવસાગરથી પાર ઉતારે. માટે જ ભગવાને ભવસાગરમાં જહાજ સમાન ધર્મતીર્થની સ્થાપના કરી છે.
નામાદિ ૪ દ્વારા ભગવાન ધર્મ માટે સતત સહાયક બને છે.
યજમાન જાતે જ મહેમાનની દેખભાળ કરે તો મહેમાનને કેટલો આનંદ થાય? ભગવાન ઘર્મ-દેશના આપીને છૂટી નથી ગયા. સામે આવી ઊભે છે. આવો, હું હાથ પકડીને તમને લઈ જાઉં! નામાદિ ચારેય ભવસાગરમાં મહાસેતુ સમાન છે.
* નર્મદા જેવી ભયંકર નદી હોય છતાં પુલ ઉપર ચાલતાં આપણને ભય નથી લાગતો. ભગવાને પણ ભયંકર સંસારસમુદ્રમાં પુલ બાંધ્યો છે. ભક્તિના એ પુલ પર ચાલનારને ભવનો ભય સતાવતો નથી.
* જાપ વધતાં મનની નિર્મળતા વધે છે. પ્રભુ-નામ-જપ વખતે આપણા ત્રણેય યોગો એકાગ્ર બને છે. પ્રભુ- જાપ દ્વારા અનેક અજૈનો પણ આત્મશુદ્ધિ કરતા હોય છે. એના પ્રભાવથી જ આગમી જન્મમાં તેમને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. ગૌતમસ્વામી જેવાએ પૂર્વ જન્મમાં કે પૂર્વાવસ્થામાં આવી જ કોઈ સાધના કરી હશે ને?
ચારમાંથી એકને છોડીને બાકીના ત્રણ નિક્ષેપો તો આજે પણ કામ કરે છે. એટલે જ ચતુર્વિધ સંઘ – મંદિર મૂર્તિ વગેરે વિના રહી શકે નહિ. એટલે જ જેનો વસવાટ માટે પહેલા જિનાલય પાસે છે કે નહિ? તે જુએ છે.
આ વાત બીલ્ડરો પણ સમજી ગયા છે.
પ્રભુના બધા જ ગુણો, બધી જ શક્તિઓ, પ્રભુના નામમાં અને મૂર્તિમાં સંગૃહીત છે. એ જોવાની તમારી પાસે આંખ જોઈએ.
પ્રભુએ ગુણની પ્રભાવના કરવા જ જન્મ લીધો છે. “મારા જેવા બધા જ બને એ જ ભગવાનની ભાવના.
જગતસિંહ શેઠને એવો નિયમ કે મારા નગરમાં જે આવે તેને ક્રોડપતિ બનાવવા. ૩૬૦ ક્રોડપતિ બનાવ્યા. પછી નિયમ બનાવ્યોઃ નગરમાં આવનાર દરેક સાધર્મિને દરેક ક્રોડપતિ ૧૦૦૦/- સોનૈયાઆપેને દરરોજ સાધર્મિક ભક્તિકરે. બહુજ સરળતાથી આગંતુક ક્રોડપતિ બની જતો. ઉદાર શેઠ જેમ બધા આગંતુકને પોતાના જેવા ક્રોડપતિ બનાવવા ઇચ્છે, તેમ ભગવાન, જગતના સર્વ જીવોને પોતાના જેવા ભગવાન બનાવવા ઇચ્છે છે.
- ૨૪૨ . Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org