________________
અત્યારે નથી મા-બાપ, અત્યારે નથી ગુરુ- અમે તો ભગવાનના આધારે અત્યારે જીવીએ છીએ. ભગવાન છોડી દઈએ તો અમારી પાસે રહ્યું શું? ભગવાન જગુરુ છે, મા છે, પિતા છે, બધું જ છે. બધું જ ભગવાન છે. ‘ન્યથા પર નાતિ’ નો ભાવ પેદા થાય તો નિરાધાર બાળક તરફ જેમ મા દોડતી આવે તેમ ભગવાન દોડતા આવશે.
અભિનંદન જિન દરિસણ તરસીએ...” એ સ્તવન વાંચી જુઓ. આનંદઘનજી દરેક ફિરકામાં માન્ય છે. તેમની સ્તવના તો જુઓ. વિરહનો ઉકળાટ તો જુઓ! એ સ્તવનો નથી, પણ પ્રભુ તરફ ઉછળતી હૃદય – સાગની લહરીઓ છે. એમાં પ્રથમ ગુણસ્થાનકથી લઈ ૧૪માં ગુણસ્થાનક સુધીનો પૂરો આધ્યાત્મિક વિકાસક્રમ છે. ૧) પ્રથમ સ્તવનમાં પ્રભુપ્રેમ. ૨) બીજામાં માર્ગની શોધ. ૩) ત્રીજામાં મિત્રાદષ્ટિ, પ્રથમભૂમિકા.
અભય - અદ્વેષ – અખેદની વાત. આ માટે યોગદૃષ્ટિ સમુચ્ચય વાંચી જોજો. મિત્રા દૃષ્ટિનું બીજું નામ અભય છે.
* “કરણ'નો અર્થ સમાધિથાય. સમાધિસમજશોતોજ અપૂર્વકરણાદિ સમજાશે. યથાપ્રવૃત્તિકરણ જ અપૂર્વકરણ સુધી પહોંચાડે. યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાતીવાર આવે, પણ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધતી જ જતી હોય. જેમ નવા વિદ્યાર્થીનો એકડો ઉત્તરોત્તર સારો થતો જાય.
યથાપ્રવૃત્તિકરણ પણ અવ્યક્ત સમાધિ છે. આ અવ્યક્ત સમાધિના પ્રભાવે જ અભવ્ય જીવદીક્ષા લઈ નવમા ગ્રેવેયક સુધી જઈ શકે. અભવ્યમાં યોગ્યતા ન હોવાથી પછીથી પછડાય છે. એટલે જ હરિભદ્રસૂરિજીએઅપુનબંધક શબ્દ શોધ્યો છે. અપુનબંધક એટલે એવો જીવ જે ફરીથી કદી ૭૦ કોટાકોટિ સાગરોપમ મોહનીયની સ્થિતિ નહિ બાંધે. અભવ્ય અપુનબંધક ન બની શકે.
* મને ભક્તિ-જાપ-ધ્યાન વગેરે પસંદ છે, એટલે બધું હું એમાં ઘટાવું છું એવું નથી. આ જ માર્ગ છે. મહાપુરુષોને પૂછીને શોધીને મેં નક્કી ક્યું છે.
* સાધ્ય ભલે સામાયિક છે, પણ છે આવશ્યકોમાં સરળ સાધના નામ-જપ (ચઉવિસત્થો) છે. “અહીં સાધ્ય તો સામાયિક છે, સમતા છે, તો વચ્ચે નામસ્તવ (ચઉવિસત્થો)
..... કહે કલાપૂર્ણસૂરિ
૨૫૨ --- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org