________________
પધારો!' નહિ, ભગવાન વિના બોલાવ્ય ગયેલા. આટલા મહાન પ્રભુ વગર બોલાવ્ય જાય? હા, વગરબોલાવ્યે જાય માટે જ તેઓ મહાન છે. કારણકે એમણે સકલજીવાશિને પોતાનો પરિવાર માન્યો છે.
સ્વજન પાસેથી તેડાની અપેક્ષા રખાય? બિમાર પડી ગયેતાસ્વજન તમને જાણવા મળે ત્યારે તમે ઘેરબેસી રહો કે દોડીને ત્યાં પહોંચી જાવ?
ચકોશિક ભયંકર રીતે બિમાર હતો, ભાવરોગી હતો. એને ભગવાનની કોઈ પડી નહોતી. એ તો ગર્વથી બધાને ભસ્મીભૂત કરતો હતો. એટલે જ ભગવાન સંબંધ વગના સગા છે. નહિ તો ચંડકૌશિક સાથે ભગવાનને શું લેવાદેવા?
બોલાવીએ ને ભગવાન ન આવે એવું તો બને જ શી રીતે? ભગવાન તો ન બોલાવ્યા છતાં આવનારા છે. ભગવાનને કદાચ પ્રાર્થના ન કરો તો પણ તેઓ તમારું હિત વગર રહે જ નહિ.
કોની પ્રાર્થનાથી ભગવાને તીર્થની સ્થાપના કરી? દીક્ષા લીધી? લોકાંતિક દેવોએ તે માટે વિનંતી કરી છે તો તેમનો કલ્પ છે. ભગવાનને એની અપેક્ષા નહોતી. ભગવાન સ્વયંસંબુદ્ધ છે. કોઈની પ્રાર્થના વિના જ માત્ર કરૂણાથી તીર્થસ્થાપના કરી છે ભગવાને.
સૂર્યકોની પ્રાર્થનાથી ઊગે છે? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે? વાયુ કોની પાર્થનાથી વહે છે? વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે?
કોયલ કોની પ્રાર્થનાથી ટકે છે? એ તેમનો સ્વભાવ છે.
ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે; પ્રાર્થના વિના પણ. ચંડકૌશિકે કદી કહ્યું નહોતું તમે મારું હૃદય પરિવર્તન કરજો.
ઘણા પૂછે છેઃ ચંડકૌશિક સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો?
ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો? સંબંધ હોય કે ન હોય, હેમચન્દ્રસૂરિ વીતરાગસ્તોત્રમાં કહે છે: “મસંબંધ વન્યવાદ ભગવાન સંબંધ વિનાના સ્વજન છે. એ દ્વારા ભગવાન આપણને પણ સૂચવે છે. તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહિ.
પરોપકાર અંતતોગત્વા સ્વોપકાર જ છે. જીવત્વનો તો બધાની સાથે સંબંધ છે જ. ૨૫૬ ...
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org