________________
4, ૨૬-૯-૯૯, ભા. વદ-૧.
* સાર્થવાહની, સંઘપતિની જવાબદારી સોના યોગ-ક્ષેમની છે, રસ્તામાં સુરક્ષા તથા જોઈતી વસ્તુ મેળવી આપવાની જવાબદારી સંઘપતિની હોય છે.
મોક્ષનગરીમાં લઈ જવાની જવાબદારી ભગવાનની છે. આપણે સૌ યાત્રિક છીએ. ભગવાન સંઘપતિ (સાર્થવાહ) છે. આથી જ નચિંતામણિ ચૈત્યવંદનમાં ‘નમસ્થવાદ તરીકે ભગવાન સંબોધાયા છે.
* ઘણા માનતા હોય છે. સાધ્વીજી નકામા છે. પણ સાધ્વીજી કેટલું કામ કરે છે, તે જાણો છો? પૂ. હરિભદ્રસૂરિજીને તૈયાર કરનાર યાકિનીમહત્તરા સાધ્વીજી હતા. આપણા પૂ. કનકસૂરિજીને તૈયાર કરનાર સા. આણંદશ્રીજી હતા. એક સાધ્વીજી પણ કેટલું કામ કરી શકે છે? તે કદી વિચાર્યુ? સાધ્વીજી પણ આટલું કરી શકે તો સાધુઓનું તો શું પૂછવું? - કલકત્તામાં ૧૦૦૦ યુવકોની શિબિર પં. કીર્તિચન્દ્ર વિ. કરી રહ્યા છે. કીર્તિરત્નહેમચન્દ્ર વિ. એ પણ ગંગાવતીમાં પોતાની યોગ્યતા પ્રમાણે સારી જમાવટ કરી છે.
* જેટલી કાળજી તમારા આત્માની કરો છો, તેટલી જ કાળજી બીજાની કરો. કારણ કે બીજો બીજો' નથી, આપણો જ અંશ છે. બીજાની હિંસામાં આપણી જ હિંસા છૂપાયેલી છે, એ સમજવું પડશે. બીજાની હિંસા કરીએ છીએ ત્યારે આપણે આપણી જ દસગણી હિંસા નિશ્ચિત કરી દઈએ છીએ.
‘હોય વિપાકે દસગણું રે, એકવાર કિયું કર્મ..”
કહે કલાપૂર્ણસૂરિ .....
•.. ૨૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org