________________
પીઠ કરીને બેઠા છે. કાંઈ ભાન છે?” આવું કોઈ બોલી જાય તે પરવડે નહિ.
* એક સાધુની ગોચરીચર્યા જોઈને ઈલાચી મહાત્મા કેવલી બનેલા, એ આપણે બધા જાણીએ છીએ. નટડીના ધ્યાનમાંથી પ્રભુના ધ્યાનમાં દોરી જનારમુનિ હતા. એક મુનિ કેટલું કામ કરે?
એક કનકસૂરિજી મહારાજે કેટલું કામ ક્યું? અમને કનકસૂરિજીએ ખેંચ્યા છે. એમનું નામ સાંભળીને અમે આવેલા. એ માટે અમે કોઈ જોષીને પૂછ્યું નથી. ચજનાંદગાંવથી પાલીતાણા આવ્યા ત્યાં સુધી પણ નક્કી નહોતું. તેઓશ્રી પંડિત કે વક્તા ભલે નહોતા, પણ આચારસંપન્ન હતા. આથી જ લબ્ધિસૂરિજી જેવાએ તેમની પ્રશંસા કરેલી.
પ્રથમ જ દર્શને મન અભિભૂત થઈ ગયેલું. વિ. સં. ૨૦૦૯માં વિદ્યાશાળામાં પ્રથમ દર્શન કરેલા. અસર મીઠી વાણીની નહિ પડે, દંભી વર્તનની નહિ પડે, તમારા આચારની અસર પડશે.
* વચનગુપ્તિ + ભાષાસમિતિ - આ બન્નેના સમ્યક્ પાલનથી તમે આ જ જીવનમાં વચનસિદ્ધ પુરુષ બની શકો છો. ખોટું બોલવું નહિ, કોઈની નિંદા બોલવી + સાંભળવી નહિ. આટલું નક્કી કરો. પછી જુઓ- વચનસિદ્ધિ દોડતી – દોડતી આવે છે કે નહિ?
* ભગવાન અને ગુરુને રાજી કરવા હોય તો એમની આજ્ઞાનું પાલન કરો. ગુરુકૃપા સામેથી આવી મળશે.
* શિષ્યને ગુરુ સમજ ન આપે અને શિષ્ય જે કાંઈ કરે તેનું પાપ ગુરુને લાગે. જો ગુરુ સાચી સમજ આપી સમ્યગ્માર્ગે શિષ્યને વાળે, તે તે મુજબ વર્તે તો તેનું પુણ્ય પણ ગુરુને મળે.
* એકાન્ત બાલ – મિથ્યાત્વી, બાલપંડિત – દેશવિરતશ્રાવક, એકાંત પંડિત સાધુ, ભગવતી સૂત્રની આ વ્યાખ્યા આજે આવી. આ વ્યાખ્યા પ્રમાણે આપણે બાલકે પંડિત? T.V. પાસે બૂઢા અને વૃદ્ધસ્ત્રીઓ પણ બેસી જાય તેમને બાલ કહીશું કે પંડિત? એકાંત પંડિત માટે બે જ ગતિ કહી છે?
અંતક્રિયા (નિર્વાણ મોક્ષ) અથવા કલ્પોપપત્તિકા (વૈમાનિક દેવલોક). કર્મસત્તા એનું કશું બગાડી શકે નહિ.
*ભગવાન “અનાહૂત સહાય શી રીતે? ચંકોશિકે ભગવાનને તે મોકલેલું? “હે ભગવન્! તમે પધારો. તમારું સામૈયું કરીશ. ભક્તિકરીશ. જે કહો તે કરીશ. બસ, કહે કલાપૂર્ણસૂરિ ...
•.. ૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org