________________
પણ જઇ શકે. શુભ અને અશુભ બન્નેમાં ‘“ન્દ્રિત્તે, તત્તેસે, તમળે, તવાવસાર્ તવિરો’” બની શકે.
ગર્ભમાં રહેલો જીવ વૈક્રિયશક્તિથી રૂપ વિકુવ્વ સૈનિકો બનાવી લડાઈ કરી શકે, આયુષ્ય સમાપ્ત થાય તો મરીને નરકે પણ જાય. એ રીતે ધર્મના અધ્યવસાયથી સ્વર્ગે
પણ જાય.
* સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાઓને મૂર્તિના આકારમાં માછલા જોવા મળતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે, પછી સદ્ગતિએ જાય છે. અહીં આકારરૂપે ભગવાન આવ્યા. * એક વાત પૂછું...? ગોચરી વખતે કેવા વિચાર આવે ?
સારા વિચાર ન કરો તો ખરાબ વિચાર આવશે જ. નાનકડા બાળકને મા ગમે ત્યાં રખડવા ન દે, તેમ મનને ગમે ત્યાં રખડવા ન દો. મન નાનું બાળક છે. દુકાનને તમે માલિક વગરની મૂકતા નથી તો મનને કેમ મૂકો છો ? એવી રીતે વાપરવું કે મન સ્વાદથી પર બની
જાય.
બહેન કહેવા આવ્યા ઃ મહારાજ ! ભૂલ થઈ ગઈ. ચામાં ખાંડની જગ્યાએ મીઠું નંખાઈ ગયું છે. સાગરજી મહારાજ તો વાપરી ગયેલા. સાગરજી મહારાજ કહે ઃ એમાં શું થઇ ગયું ? આગમથી મતિ ભાવિત બનાવેલી. જામનગરમાં એક વખતે દૂધમાં સાકરના સ્થાને મીઠું આવી ગયેલું. હું કાંઈ ન બોલ્યો. શું થયું ? પેટ સાફ થઈ ગયું.
વાપરતી વખતે સુ... સુ..., ચબ... ચબ... વગેરે અવાજ ન થવા જોઈએ. એકદમ ઉતાવળે નહિ વાપરવું. બહુ વિલંબ પણ નહિ કરવો. કાંઈ પણ ઢોળવું નહિ.
જોગમાં તો ધ્યાન રાખો છો. દહાડો પડવાનો ભય છે ને ? હંમેશ માટે એમ હોવું જોઈએ. એટલા માટે જ જોગ છે.
વાપરતી વખતે મનથી સ્વાધ્યાય ચિંતન આદિ કરી શકાય. પૂ. દેવેન્દ્રસૂરિજીમાં જોયું : અહીંથી ત્યાં માત્રુ કરવા જાય તો પણ સ્વાધ્યાય ચાલુ ! એક પણ મિનિટ બગાડે નહિ. આથી જ રોજ ૩-૪ હજારનો સ્વાધ્યાય કરી શકતા.
જ
*
ભક્તિ ઃ ભગવાનને જગતને પાવન-પવિત્ર બનાવવાનો શોખ છે ? જેમ તમને દારૂ-તમાકુનો શોખ છે.
જ્ઞાનીઓ કહે છે : હા..., એમને શોખ છે. ક્યારથી ? ઠેઠ નિગોદથી. સ્વાર્થનું
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૨૪૫ www.jainelibrary.org